શુ છે કોરોના વાયરસ? કેવા હોય છે લક્ષણો? શું છે કોરોના વાયરસથી બચવા માટેના ઉપાય

ચીનમાં હાહાકાર મચાવનાર અને ઘાતક એવાં કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. લોકો તેનું નામ સાંભળતાં જ ડરી રહ્યા છે. આ વચ્ચે એ જાણવું ખુબ જરૂરી છે કે આખરે કોરોના વાયરસથી થાય છે શું? અને શરીરમાં ક્યાં ક્યાં પ્રકારના ફેરફાર થાય છે.

શુ છે કોરોના વાયરસ?(What is Novel Coronavirus)

ડબલ્યુએચઓ મુજબ કોરોના વાયરસ સી-ફૂડથી જોડાયેલો છે. કોરાના વાયરસ એવો વાયરસ છે જેનાથી લોકો બીમાર પડે છે. આ વાયરસ ઉંટ, બિલાડી, તથા ચામાચિડિયું સહિત ઘણા પશુઓમાં પણ પ્રવેશ કરી રહ્યો છે. દુર્લભ સ્થિતિમાં પશુ મનુષ્યોને પણ કરી શકે છે. આ વાયરસનો માનવથી માનવ સંક્રમણ વૈશ્વિક સ્તર પર ઓછો છે.

કોરોના વાયરસના લક્ષણ?(Novel Coronavirus Symptoms)

કોરોના વાયરસના દર્દીઓમાં સામાન્ય રીતે શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, તાવ જેવા શરૂઆતના લક્ષણ જોવા મળે છે. તે બાદ આ લક્ષણ ન્યૂમોનિયા અને કિડનીને નુકસાન પહોંચાડે છે.

  • વારંવાર તાવ આવવો અથવા ઉંચા તાપમાને તાવ આવવો
  • તાવ પછી લાંબા સમય સુધી ઉધરસ રહેવી
  • માથાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ
  • આ રોગના લક્ષણોમાાં ભારે તાવ, કફ, શરદી, શ્વાસ લેવામાાં તકલીફ વગેરે જોવા મળે છે

કોરોના વાયરસનો ચેપ ન લાગે તે માટે શું ધ્યાન રાખવું 

  • રોગના અટકાવ અને નિયંત્રણ માટે સીઝનલ ફ્લુની જેમ દદીને આઈસોલેશનમાં રાખવો
  • પી.પી.ઇ. કીટનો ઉપયોગ કરવો
  • વારાંવાર સાબુથી હાથ ધોવા
  • હસ્તધૂનનના બદલે નમસ્કારથી અભિવાદન કરવું
  • ભીડભાડ વાળી જગ્યાએ ન જવું વગેરે જેવી તકેદારી રાખવી
  • વય પ્રમાણે ગરમ પાણી પીવું
  • તળેલું અને મસાલેદાર ખાવાનું ટાળો
  • ગળાને શુષ્ક ન પડવા દો
  • તમારા હાથને યોગ્ય રીતે સાબુથી ધોઇ લો. જો સાબુ ન હોય તો સેનેટાઇઝરનો ઉપયોગ કરો.
  • તમારા નાક અને મોં કવર કરીને રાખો.
  • બીમાર લોકોથી થોડાક દૂર રહો તેમના વાસણનો ઉપયોગ ન કરો અને અડશો નહીં. તેનાથી દર્દી અને તમે બન્ને સુરક્ષિત રહી શકશો.
  • ઘરને સાફ રાખો અને બહારથી આવનારી વસ્તુઓને પણ સાફ કરીને ઘરમાં લાવો.
  • નોનવેજ ખાસ કરીને સી-ફૂડ ખાવાથી બચો કારણકે કોરોના વાયરસ સી-ફૂડથી ફેલાય છે.

કોરોના વાયરસની સામાન્ય માહિતી

  • રોગનો ચેપ ચેપી સી-ફૂડ ખાવાના કારણે થતો હોવાનું મનાય છે
  • આ રોગની કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા કે વેક્સીન ઉપલબ્ધ નથી
  • આ રોગથી બિન જરૂરી ગભરાવવાની જરૂર નથી પણ જરૂરી સાવચેતી રાખવી

ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ પગલાં

  • ચાઇનામાં રહેતા ભારતીય નાગરિકોની મદદ માટે ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગ અંતર્ગત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યકક્ષાનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
  • કંટ્રોલ રૂમ ખાતે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીશ્રીની નિમણૂંક કરવામાં આવી છે.
  • આ ઉપરાંત કોઇ વ્યક્તિમાં વાયરસના લક્ષણો જોવા મળે તો આરોગ્ય વિભાગના રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ-૦૭૯ ૨૩૨૫૦૮૧૮ ઉપર  સંપર્ક કરવાનો રહેશે

કોરોના વાયરસને પહોંચી વળવાં ખાસ વ્યવસ્થા

  • સિવિલ હોસ્પિટલ, અમદાવાદને બેઝ હોસ્પિટલ બનાવવામાં આવેલ છે
  •  જેમાં અદ્યતન સાધનો અને દવા સાથેનો આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવેલ છે
  •  સિવિલ હોસ્પિટલ, અમદાવાદના તબીબી અધિક્ષક ઉપરાંત અન્ય તમામ નિષ્ણાતો અને સ્ટાફને આ રોગ અંગે સેન્સીટાઈઝ કરવામાં આવેલ છે
  • રાજયમાં તમામ હોસ્પિટલ તેમજ આરોગ્ય કેન્દ્રોમાં આ રોગ માટે જરૂરી તમામ દવાઓ વેન્ટીલેટર જેવા સાધનો સાથેનો આઈસોલેશન વોર્ડ શરુ કરવા સુચના આપવામાં આવેલ છે.

આ સમગ્ર માહિતી રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યા મુજબ છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો