શિયાળામાં આ 3 વસ્તુઓ ખાઈ લેશો તો ગંભીર રોગો રહેશે દૂર, પાચનની સમસ્યાથી લઈ કેન્સર, ડાયાબિટીસ જેવા રોગોનો થશે ખાતમો

શિયાળામાં શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિ પ્રદાન કરતા વિવિધ પ્રકારનાં વસાણામાં જે ખાદ્ય પદાર્થો અને સૂકા મેવા ઉપયોગમાં લેવાય છે તેનાથી શરીરને અઢળક ફાયદા થાય છે. શિયાળા દરમિયાન વધુ ભૂખ લાગે ત્યારે એવું ખાવું જે શરીર અને સ્વાસ્થ્યને વધુ સારાં બનાવે. શિયાળા દરમિયાન શરીરને ગરમ રાખવા વધુ એનર્જી (કેલેરી)ની જરૂર પડે છે માટે જ વારંવાર ભૂખ લાગે છે. જેથી આ સમયે એવો ખોરાક ખાવો જે શરીરને ગરમાવો આપે અને સ્ફૂર્તિલું બનાવે. શરીરને શરદી અને ફ્લુથી પણ દૂર રાખે. જેના માટે તમે આ 5 વસ્તુઓ ખાઈ શકો છો. ચાલો જાણીએ.

સૂંઠ

આદું પચવામાં મદદરૂપ છે. આદું ખાવાથી શરીરમાં ગરમાવો આવે છે. પાચન માટે જરૂરી પાચકરસોને આદું પ્રજવલિત કરે છે એન તેનાથી પાચન સારું થાય છે. શરદીમાં આદું અકસીર ઇલાજ છે. આદુંને સૂકવી એમાંથી સૂંઠ બનાવીને જુદા જુદા વસાણાં બનાવવાની પદ્ધતિ વર્ષોથી પ્રચલિત છે. આ ઉપરાંત, સૂંઠથી શરીરમાં લોહીના પરિભમણને લગતા રોગ, એલર્જી, હાર્ટના પ્રોબ્લેમ, હાઇ કોલેસ્ટ્રોલ અને સેક્સને લગતા રોગોમાં ફાયદો થાય છે. તાજા આદુને સારી રીતે ધોઇ, છોલીને છાંયડે સૂકવી દેવું. ત્યાર બાદ તેને ક્રશ કરીને વાપરી શકાય. સૂંઠને મલાઇ વગરના દૂધમાં મેળવીને દરરોજ શિયાળા દરમિયાન લઇ શકાય. ઉપરાંત, ગોળમાં ભેળવીને લાડુ બનાવી બાળકોને આપવાથી શરદી થતી અટકે છે.

ગંઠોડા

ગંઠોડાનું સેવન જો દરરોજ કરવામાં આવે તો મસલ્સનો દુખાવો દૂર થાય છે. આ ઉપરાંત રેસ્પિરેટર રોગમાં ફાયદો થાય છે. ગેસ, અપચો પણ દૂર થાય છે. ગંઠોડા જો રાતે દૂધમાં ઉકાળીને લેવામાં આવે તો અનિદ્રાના રોગીને ઊંઘ લાવવામાં મદદરૂપ થાય છે.

ગુંદર

ગુંદર લેવાથી શરીરમાં ગરમાવો અનુભવાય છે. તેને વધારે ઘી સાથે લેવામાં આવે છે. આ ઉપરાંત ગુંદર દૂધમાં ઓગાળીને વાપરવામાં આવે છે. દૂધમાં ગુંદર બનાવીને ખાવાથી ડાયાબીટિસ કે હાઇ બ્લડપ્રેશરના રોગી પણ ખાઇ શકે છે. ઓબેસિટીથી પીડાતા લોકો જો ઘી વગરની રાબ બનાવીને સવારના પીએ તો દિવસ દરમિયાન વારંવાર ભૂખ લાગતી નથી. ગુંદર ફાઇબરથી ભરપૂર હોવાથી પાણી સાથે મળીને જીલેટિન જેવું થઇ જાય છે. તે પેટ ભરેલું રાખે છે અને તેમાં સડો થતો નથી માટે આંતરડાં માટે અકસીર છે. શિયાળા દરમિયાન ગુંદર લેવાથી કેન્સર, ઓબેસિટી, ટાઇપ ૨ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદયના રોગમાં ફાયદો થાય છે. આ ઉપરાંત આંતરડાંના રોગ જેમ કે કબજિયાત, વગેરેમાં ફાયદો થાય છે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો