પર્યાવરણ પ્રેમી પિતાએ લગ્ન પ્રસંગે દિકરી-જમાઇ પાસે 101 વૃક્ષો રોપાવ્યાં

વેરાવળનાં ભાલપરા ગામે રહેતા પર્યાવરણ પ્રેમી પિતાએ દીકરીનાં લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા જમાઈ અને દિકરી પાસે 101 વૃક્ષ વવડાવી જતનનાં સંકલ્પ લેવડાવ્યાં હતા. ભાલપરા ગામના આયુર્વેદ દવાના જાણકાર અને વૃક્ષપ્રેમી ભિખાભાઇ બામણીયાની પુત્રી રૂપલબેનના લગ્ન યોજાયા હતાં અને માળિયાના લાસડી ગામેથી જાન આવી હતી. પુત્રીના લગ્ન પ્રસંગે ભિખાભાઇએ કંઇક નવુ કરી આ પ્રસંગને યાદગાર બનાવવાનો નિર્ણય કર્યો હતો અને લગ્ન પુર્ણ કર્યા બાદ દિકરી રૂપલબેન અને જમાઇ વિજયના હસ્તે ભાલપરાની વાડી વિસ્તારમાં 101 વૃક્ષોનું વાવેતર કરાવ્યું હતું. જેમનો જતન કરવાનો પણ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભિખાભાઇને વર્ષોથી વૃક્ષો પ્રત્યે લગાવ રહ્યો છે. આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર પણ કર્યુ છે.

ભાલપરાનાં સીમ વિસ્તારને હરીયાળો બનાવવાની નેમ, જતન કરવાનાં સંકલ્પ લેવડાવ્યાં

કરીયાવરમાં 10 રોપા આપ્યા

વૃક્ષપ્રેમી ભિખાભાઇએ પોતાની દિકરી રૂપલબેનને કરીયાવરમાં અન્ય વસ્તુઅોની સાથે વિવિધ જાતના 10 વૃક્ષના રોપા આપ્યા હતાં. જે કાયમી યાદગીરી રહે તે માટે લાસડી ગામમાં વાવેતર કરવામાં આવશે. આ પહેલને ગ્રામજનો અને સાસરીયાઓએ આવકારી હતી.

પિતાએ લગ્ન પ્રસંગે દિકરી – જમાઇ પાસે 101 વૃક્ષો રોપાવ્યાં

આ સરસ કામને એક લાઈક થી વધાવજો…

વેરાવળનાં ભાલપરા ગામે રહેતા પર્યાવરણ પ્રેમી પિતાએ દીકરીનાં લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા જમાઈ અને દિકરી પાસે 101 વૃક્ષ વવડાવી જતનનાં સંકલ્પ લેવડાવ્યાં હતા. ભાલપરા ગામના આયુર્વેદ દવાના જાણકાર અને વૃક્ષપ્રેમી ભિખાભાઇ બામણીયાની પુત્રી રૂપલબેનના લગ્ન યોજાયા હતાં અને માળિયાના લાસડી ગામેથી જાન આવી હતી. પુત્રીના લગ્ન પ્રસંગે ભિખાભાઇએ કંઇક નવુ કરી આ પ્રસંગને યાદગાર બનાવવાનો નિર્ણય કર્યો હતો અને લગ્ન પુર્ણ કર્યા બાદ દિકરી રૂપલબેન અને જમાઇ વિજયના હસ્તે ભાલપરાની વાડી વિસ્તારમાં 101 વૃક્ષોનું વાવેતર કરાવ્યું હતું. જેમનો જતન કરવાનો પણ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભિખાભાઇને વર્ષોથી વૃક્ષો પ્રત્યે લગાવ રહ્યો છે. આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર પણ કર્યુ છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી