રાજકોટના નાગરિકોને ઉત્તમ પરિવહન સુવિધા મળે અને શહેરના પર્યાવરણની પણ જાળવણી થઈ થશે કે તે માટે મનપાએ આજથી ઈલેક્ટ્રીક બસ શરૂ કરી છે. પહેલાતબક્કામાં 50 જેટલી ઈલેક્ટ્રીક બસ ખરીદવામાં આવી છે. જે બસનું આજથી ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. આ બસોમાં CCTV, LED અને AC જેવી સુવિધા આપવામાં આવી છે. હાલ ટ્રાયલ દરમિયાન મુસાફરોને બેસવા દેવામાં નહિં આવે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉપયોગમાં લેવામાં આવનાર ઇલેકિટ્રક બસ સંપૂર્ણપણે પ્રદૂષણમુક્ત છે અને તેનાથી શહેરના પર્યાવરણની જાળવણીમાં પણ સારૂ એવું યોગદાન આપી શકાશે. સાથો સાથ નાગરિકોને પણ સ્વચ્છ, સુદ્યડ અને સુંદર બસમાં પરિવહન કરવાની સુવિધા પાપ્ત થશે.
મહાનગરપાલિકા દ્વારા શહેરને પ્રદુષણ મુકત બનાવવા તથા વધતા જતા GREEN HOUSE GAS EMMISSION ને ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે ભારત સરકારશ્રીની GUIDELINES ને ધ્યાને લઇ રાજકોટ શહેરમાં સૌ પ્રથમ વખત જાહેર પરિવહન સેવામાં એટલે કે બી.આર.ટી.એસ. તથા સિટી બસ સેવામાં કૂલી ઇલેકિટ્રક બસને GROSS COST MODEL થી કાર્યરત કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. કુલ પ૦ મીડી કૂલી એસી બસ મેળવવાનું નિર્ધારીત કરવામાં આવેલ છે.
ટેન્ડરની જોગવાઇ અનુસાર તા. પ અને ૬ એપ્રિલના રોજ રાજકોટ ખાતે પોતાની ઇલેકિટ્રક બસની ટ્રાયલ લેવામાં આવી હતી. હાલ technicall Quality થયેલ ત્રણ પૈકી જુદી જુદી બે એજન્સી (૧) Evey Trans Pvt.Ltd તથા (ર) JBM Auto Ltd (૩) Tata Motors Ltd.દ્વારા આજે કાલાવડ રોડ પર ન્યારી ખાતે સવારે ૮ કલાકે પોતાની ઇલેકિટ્રક બસની ટ્રાયલ શરૂ કરી હતી જે આજ અને કાલ એમ બે દિવસ સુધી ચાલશે. જેમાં મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાનીએ બસની બંને એજન્સીઓના પદાધિકારીશ્રીઓ પાસેથી આ બસ વિષે વિવિધ મુદાઓની જાણકારી મેળવી હતી. આ તકે ડે. કમી. ડી. જે. જાડેજા અને રાજકોટ રાજપથ લિ. ના જનરલ મેનેજર જે. ડી. કુકડીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યું હતું.