ઘરમાં કોઈના કોઈ સદસ્યને કંઈકને કંઈક નાની-મોટી સમસ્યાઓ થતી રહે છે. જેના માટે દવાઓ ખાવાની જગ્યાએ કેટલાક ઘરેલૂ ઉપાયો જ કરવા જોઈએ, જેથી દવાઓની આડઅસરથી બચી શકાય. સાથે જ અત્યારે કોરોનાના સમયમાં ઈમ્યૂનિટી વધારવા પર લોકો વધુ ધ્યાન આપી રહ્યાં છે. એવામાં જો તમને સામાન્ય સમસ્યાઓ દવાઓ વિના જ ઠીક કરવી હોય તો અહીં જણાવેલાં ઉપાયો નોંધી લો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
જેમના શરીરમાં લોહીની કમીને કારણે નબળાઈ હોય તેમણે દાડમ, સફરજન સાથે પાલકનો રસ કાઢી પીવાથી જલ્દી લાભ થશે.
જેમને પેટ સાફ ન થતું હોય તેમણે પપૈયાનું સેવન કરવું જોઈએ. તેનાથી પેટ સાફ થશે અને લીવર પણ સારૂં રહેશે.
2-3 ગ્રામ તજ અને તેમાં 2-3 લવિંગ પાણીમાં નાખી પાણીને ચાની માફક ઉકાળીને પીવાથી છાતીના દુખાવામાં લાભ થાય છે. હૃદયના વધેલા ધબકારા સામાન્ય થઈ જાય છે. વાયરલ સંક્રમણમાં પણ તેનાથી લાભ થાચ છે.
એલચી, તજ તથા સૂંઠનો પાઉડર બનાવી નિયમિત દૂધમાં નાખી કે પાણી સાથે લેવાથી હૃદય હેલ્ધી રહે છે. રોગ પ્રતિરોધક શક્તિ વધે છે.
કારેલા, કાકડી તથા ટામેટાનો તાજો રસ કાઢી એક કપ રસ સવારે ખાલી પેટે લેવામાં આવે તો તેનાથી ડાયાબિટીસમાં લાભ થાય છે અને પાચન ક્રિયા પણ સારી રહે છે.
દૂધીનો તાજો રસ કાઢી દરરોજ સવારે પીવાથી હૃદય માટે તથા સામાન્ય સ્વાસ્થ્ય માટે બહુ જ સારું રહે છે. તેમાં જો સફરજનનો રસ મેળવી પી લો તો પણ સારું છે. શરદી હોય તો તેમાં થોડો આદુનો રસ કે સૂંઠ મેળવી પીઓ. આનાથી કોલેસ્ટ્રોલ પણ ઓછો થાય છે.
જેમને તાવ બહુ વધારે હોય તેમણે દવાઓની સાથેસાથ સામાન્ય ઉપચાર રૂપે દૂધીને ગોળ આકારમાં કાપી પગના તળિયે મૂકવી જોઈએ. એનાથી રોગીને શાંતિ મળે છે, તાવ જલ્દી ઉતરી જાય છે.
5-7 બદામ, 5-10 ગ્રામ અખરોટ તથા 4-5 કાળા મરીને રાત્રે પલાળી સવારે પીસી અથવા સારી રીતે ચાવીને ખાવાથી યાદશક્તિ તથા શારીરિક શક્તિ વધે છે.
10-10 ગ્રામ મુનક્કા અથવા કિશમિશ તથા 4-5 અંજીર અને 8-10 બદામને રાત્રે પલાળી દરરોજ સવારે સવેન કરવાથી શારીરિક શક્તિ વધે છે. તથા પટેના રોગોમાં લાભદાયક છે.
મુનક્કા તથા અંજીરને દૂધમાં ઉકાળીને સેવન કરવાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે. બળની વૃદ્ધિ થઈ કમજોરી દૂર થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends…