કાનનો મેલ છે કાનનું સુરક્ષા કવચ, પરંતુ જો તે વધી જાય તો સાંભળવાની ક્ષમતા ગુમાવી શકે છે વ્યક્તિ, જાણો અને શેર કરો

કાનમાં મેલ બનવો એ એક સામાન્ય પ્રક્રિયા છે. જેમ આપણું શરીર પરસેવો ઉત્પન્ન કરે છે, તેવી જ રીતે આપણા કાનમાં પણ મેલ બનાવવા માટે ગ્રંથીઓ છે. મેલથી કાનને લુબ્રિકેશન મળે છે અને કોઈપણ પ્રકારની ધૂળ, કણો કાનના પડદામાં પ્રવેશતા બચી જાય છે અને કચરો મેલ પર જઈને ચોંટી જાય છે. ઇએનટી નિષ્ણાત ડો.ત્રિપેન વિશ્રોઇના જણાવ્યા અનુસાર, લુબ્રિકેશન માટે કાનમાં મોઈશ્ચર અને પડદાને ગંદકીથી બચાવવા માટે મેલનું બનવું ખૂબ જ જરૂરી છે.

લાંબા સમયે કાનમાં મેલથી બની જાય છે ગાંઠ-
દરેક વ્યક્તિમાં મેલ બને છે, અને જ્યારે આપણે ખોરાક ચાવતા હોઈએ છીએ, તો તેના દ્વારા કાનમાંથી મેલ બહાર નીકળતો રહે છે. આવું થવું એકદમ સામાન્ય છે. જો કે, કેટલાક લોકોમાં આ મેલ બહાર નથી નીકળી શકતો. ઘણીવાર આપણને ખ્યાલ નથી હોતો કે કાનમાં મેલ બની રહ્યો છે કે નહીં, પરંતુ ક્યારેક કાનમાં મેલ જમા થવા લાગે છે. એક એવી સ્થિતિ આવે છે કે એ જામી જાય છે. આને સાફ કરવામાં ન આવે તો કાનમાં આની ગાંઠ બની જાય છે અને મેલ જામી જવાથી કાનમાં દુઃખાવો, બ્લોકેજ, સોજો અને ચક્કર જેવું અનુભવાય છે.

કાનમાં મેલ હોવો એ સ્વસ્થ કાનનો સંકેત-
કેટલાક લોકોના કાનમાં મેલ વધારે બને છે તો કેટલાકના કાનમાં ઓછો બને છે. કાનના મેલની સ્થિરતા વય, પર્યાવરણ, આહારના આધારે બદલાય છે. જો તમે ગંદા વાતાવરણમાં કામ કરો છો, તો મેલ ઘાટા રંગનો હશે. કાનમાં લાંબા સમય સુધી રહેલો મેલ પણ ઘાટા રંગનો હશે. ખૂબ ગંદકીમાં રહેવાના કારણે થાય છે. આ અશુદ્ધતાનું પ્રતિબિંબ નથી પણ આ ખૂબ જ સામાન્ય સ્વસ્થ કાનનો સંકેત છે. જો તમારા કાનમાં મેલ બની રહ્યો છે તો એનો અર્થ છે કે તમારા કાન સંપૂર્ણપણે સ્વસ્થ છે.

કાનના મેલના ફાયદા

કાનમાં ગંદકીનું નામ સાંભળીને ખૂબ જ ખરાબ ફીલ થાય છે, પરંતુ તે તમારા કાન માટે ફાયદાકારક છે- કાનનો મેલ કાનમાં થતી ખંજવાળ અટકાવે છે, કાનનો મેલ ત્વચાના મૃત કોષોને શોષી લે છે, બેક્ટેરિયા અને અન્ય ચેપી જીવોને કાનના અંદરના ભાગ સુધી પહોંચતા અટકાવે છે, તે ઊંડાઈ સુધી પહોંચે તે પહેલા ધૂળ અને ગંદકીને રોકી લે છે, કાનને થતું નુકસાન અટકાવે છે.

કાનના મેલમાં હાજર ખાસ રસાયણો એ સંક્રમણ સામે લડે છે, જે કાનની અંદરની ત્વચાને નુકસાન પહોંચાડે છે. કાનનો મેલ એક પ્રકારનું મોઇશ્ચરાઇઝર છે, જે કાનની અંદરની ત્વચાને વધારે સુકાતા અટકાવે છે, મેલ બહારની દુનિયા અને ઈયર ડ્રમ વચ્ચે ઢાલ તરીકે કામ કરે છે.

કાનમાં મેલ જામી જવાથી કયા નુકશાન થાય છે-

જ્યારે કાનમાં મેલ વધુ જમા થઇ જાય છે ત્યારે કાનને નુકસાન થાય છે. સામાન્ય રીતે, આના માટે દવા આપીને મેલ સાફ કરવામાં આવે છે. ઘણા લોકો મેલ સાફ કરવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરે છે, પરંતુ આ મેલ સાફ કરવાની યોગ્ય રીત નથી. આ કાનના પડદાને નુકસાન પહોંચાડી શકે છે. જો પડદો પહેલેથી જ ક્ષતિગ્રસ્ત છે, તો પછી કાનમાં ગંભીર સમસ્યા થઈ શકે છે. જો કાનના મેલ પર ધ્યાન આપવામાં ન આવે તો કાયમી સાંભળવાની ખોટ પણ થઈ શકે છે.

કાનમાં મેલ વધારે જામી જાય તો કાનની કેનાલ બંધ થઇ જાય છે અને સાંભળવામાં સમસ્યા આવી શકે છે. વધુ મેલ જમા થયો હોવાને કારણે કાનમાં સુસવાટા મારતા હોય એવો અવાજ સંભળાય છે.

જો તમે જાણતા હોવ કે તમારા કાનમાં મેલ ઘણો જલ્દી જામે છે, તો તમારે નિયમિત રીતે આની સફાઈ કરવી જોઈએ. આનાથી કાનનો મેલ સખત થવાની અને કાન બંધ થઇ જવાની સંભાવના ઘણી ઓછી થઇ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો