16 સંસ્કારોમાં નવમો કર્ણવેધ સંસ્કાર છે. જ્યારે બાળક છ મહિનાનું થઇ જાય છે ત્યાર બાદ 16માં મહિના સુધી કર્ણવેધ સંસ્કાર કરી શકાય છે. એટલે કાન વીંધાવી શકાય છે. સ્ત્રી અને પુરૂષ બંને માટે આ સંસ્કાર બનાવવામાં આવ્યો છે. સારા સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સંસ્કારની પરંપરા બનાવવામાં આવી છે. તેની પાછળ માન્યતા છે કે, સૂર્યના કિરણો કાનના કાણામાંથી શરીરમાં જઇને બાળકોને તેજસ્વી બનાવે છે. કર્ણવેધ સંસ્કાર કરાવવાથી બાળકોથી બીમારીઓ દૂર રહે છે. એક્યુપંક્ચર વિજ્ઞાન પ્રમાણે કાનના જે ભાગમાં કાણું કરવામાં આવે છે ત્યાં એક્યુપંક્ચર પોઇન્ટ હોય છે. જેથી સ્વાસ્થ્ય સારું રહે છે. વારણસીના આયુર્વેદિક હોસ્પિટલના તબીબી અધિકારી પ્રશાંત મિશ્રાના જણાવ્યાં પ્રમાણે કાન વીંધાવાથી રિપ્રોડક્ટિવ ઓર્ગન સ્વસ્થ રહે છે. સાથે જ, ઇમ્યૂન સિસ્ટમ પણ મજબૂત બને છે.
માનસિક બીમારીઓથી બચી શકાય છેઃ-
વૈજ્ઞાનિક તથ્યો પ્રમાણે એવું માનવામાં આવે છે કે, જે જગ્યાએ કાન વીંધવામાં આવે છે ત્યાં બે ખૂબ જ જરૂરી એક્યુપંક્ચર પોઇન્ટ હોય છે. પહેલો માસ્ટર સેંસોરિયલ અને બીજો માસ્ટર સેરેબ્રલ જે સાંભળવાની ક્ષમતાને વધારે છે. આ અંગે ઉલ્લેખવામાં આવે છે કે, જ્યારે કાન વીંધવામાં આવે છે ત્યારે તેનું દબાણ ઓસીડી ઉપર પડે છે, જેના કારણે ગભરામણ ઓછી થાય છે, ત્યાં જ અનેક પ્રકારની માનસિક બીમારીઓથી પણ બચી શકાય છે.
આંખનું તેજ વધે છે અને તણાવ ઘટે છેઃ-
કાન વીંધવાથી આંખનું તેજ વધે છે. જોકે, કાનના નીચલાં ભાગમાં એક પોઇન્ટ હોય છે. આ પોઇન્ટ પાસેથી આંખની નસ પસાર થાય છે. જ્યારે કાનના આ પોઇન્ટને વીંધવામાં આવે છે ત્યારે તેના દ્વારા આંખનું તેજ વધે છે. કાનના નીચેના ભાગમાં દબાણ પડવાથી તણાવ ઘટે છે. સાથે જ, દિમાગની અન્ય પરેશાનીઓથી પણ બચી શકાય છે.
પાચનક્રિયા સ્વસ્થ રહે છેઃ-
કાનના નીચલાં ભાગનો સંબંધ ભૂખ લાગવાથી થાય છે. કાન વીંધવાથી પાચન ક્રિયા પણ સ્વસ્થ રહે છે. આવું કરવાથી મેદસ્વીપણું ઘટે છે. માન્યતા છે કે, કાન વીંધવાથી લકવાની બીમારી થતી નથી. ત્યાં જ, કાન વીંધવાથી સાફ સાંભળવામાં મદદ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..