ગીરના ખેડૂતે ઇઝરાયેલી પદ્ધતિથી કરી કેસર આંબાની ખેતી, મેળવ્યું કેરીનું બમણું ઉત્પાદન

જૂનાગઢ જિલ્લા બાગાયત વિભાગના માર્ગદર્શન હેઠળ માળીયા તાલુકાના પીપળવા ગામે પ્રગતિશીલ ખેડૂત ચિમનભાઇએ 30 વિઘા જમીનમાં 5 હજાર આંબાના ઝાડ વાવી ઝાડદીઠ 15 થી 20 કિલો ગુણવતાયુકત દાણાદાર કેસર કેરીનું ઉત્પાદન લીધું છે.

એક વિધામાં અગાઉ મોટા ઝાડવાળા આંબા માત્ર 100 થી 120 તથા હતા આ નવી ટેકનીક વાળી આંબાની ખેતીમાં 200 ઝાડ કેરી આપી રહયા છે. ચિમનભાઇ અને તેમના ભાઇ જગદીશભાઇએ સૌરાષ્ટ્રમાં વિવિધ જગ્યાએ અભ્યાસ કરી કેરીનું ઉત્પાદન વધું આવે તે માટે સૌ પ્રથમ સારામાં સારી કલમ બનાવવાનું કામ કયું હતું. આજે તેઓ પોતે જ સુધારેલ જાતની કલમ –રોપા બનાવે છે. ૩૦ વિધા જમીનમાં ૮x૧૦ ફુટના અંતરે હરોળમાં ૫ હજાર ઝાડ વાવી બમણું ઉત્પાદન લીધું છે.

આંબાવાડીયામાં ટપક સિંચાઇનો પણ ઉપયોગ કર્યો છે. મહત્વની સફળતા એ છે કે જયારે ઝાડનો ગ્રોથ થાય ત્યારે કેરીનો ઉતારો આવ્યા બાદ ઝાડનું પ્રુડીંગ- ક્રોપીંગ (એક પ્રકારે ડાળોની કાપણી) કરવામાં આવે છે એટલે એક બીજા ઝાડ નજીક નજીક હોય છતા કોઇ અસર થતી નથી.

કેરીતો જમીનથી એક ફુટ નીચેથી આવવા માંડે છે. ફુલ આવે પછી દવાનો છંટકાવ બંધ કરવામાં આવે છે અને દાણા પડે પછી જ કેરી ઉપરવામાં આવે છે એટલે કેરી પકવવા માટે કાર્બનની પણ જરૂર પડતી નથી. કાપણી સીઝન પુરી થયા પછી કરવામાં આવે છે. એટલે ત્યાં નવો ગ્રોથ આવે છે. ચિમનભાઇએ કહયું કે અત્યારે પાંચમું વર્ષ બેસતા ઉત્પાદન વધ્યું છે. ત્રીજા વર્ષે કેરી આવવા લાગે છે.

કેસર કેરીના નવા હાઇડેન્સીટી પ્લાન્ટેશનની વિશેષતા

– પરંપરાગત આંબાના ઝાડનું વાવેતર ઝાડના ફેલાવાને ધ્યાનમાં રાખી દુર અંદાજે 15 થી 20 ફુટના અંતરે થતું હતું. ઈઝરાયેલની પધ્ધતિના આ નવા પ્લાન્ટેશનમાં માત્ર 8 x 10 ફુટના અંતરે વાવેતર થાય છે.

– ઝાડને મોટું થાય ત્યારે ક્રોપીંગ કરીને માવજત કરવામાં આવે છે. એટલે ઝાડ મોટું થતું નથી, પરંતુ નવો વિકાસ ફુલ બેસતા જ થઇ જાય છે.

– માત્ર એક ફુટ નીચેથી કેરીનો ઉતારો આવે છે.ફુલ આવે એટલે પેસ્ટીસાઇડ દવા બંધ કરી દેવામાં આવે છે. એટલે ફળ ઉપર દવાનીઅસર રહેતી નથી.

– પીપળવાના ખેડૂતે એક વીધા જમીનમાં જમીનનો વધુંને વધું ઉપયોગ કરીને 200 છોડનું વાવેતર કરેલ છે. ત્રણ વર્ષે ઉત્પાદન શરૂ થઇ જાય છે. ખેડૂત ચિમનભાઇએ કહયું કે ખેડુતો આ પધ્ધતિથી આંબા વાવશે તો ઉત્પાદન વધારે મળવાની સાથે ગુણવતા લક્ષી કેરી પકવવા માટેનો માર્ગ પણ ખુલશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

ખેડુ