રાજસ્થાન: 40 વર્ષ સુધી પોલીસમાં સેવા આપનાર કોન્સ્ટેબલ પ્રહલાદ ચૌધરીના નોકરીના છેલ્લા દિવસે એટલે કે તે નિવૃત્ત થતાં ડીએસપી ખુદ તેમને પોલીસ સ્ટેશનથી તેમના ઘર સુધી કાર ચલાવીને મૂકવા ગયા હતા. ડીએસપીએ આટલું માન આપતાં પ્રહલાદ ચૌધરી ભાવુક થઈ ગયા હતા તેમણે જણાવ્યું હતું કે, અધિકારીઓએ હંમેશા માન જાળવ્યું છે. નિવૃત થનાર પોલીસ કર્મચારી પ્રહલાદ ચૌધરીને સ્ટાફે સાફો બાંધી, તિલક કરીને હાર પહેરીને બહુમાન કર્યું હતું. આ સમયે તેમનો પુત્ર, જમાઈ અને દીકરી હાજર રહ્યાં હતા.
લેડી ડીએસપીએ 4 મહિનામાં શીખ્યું ડ્રાઇવિંગ
સિટી ડીએસપી મમતા સારસ્વતે કહ્યું કે, છેલ્લા 4 મહિના પહેલા જ મેં નક્કી કરી લીધું હતું કે કોન્સ્ટેબલ પ્રહલાદ ચૌધરીના નિવૃતિના દિવસે તેમને ખુદ જ ડ્રાઇવિંગ કરીને મૂકવા માટે જશે. પ્રહલાદ ચૌધરી 31માર્ચે નિવૃત થયા. તેમનો વિદાય સમારોહ આયોજીત કરવામાં આવ્યો હતો. સીઓ સિટી કાર્યલયના સ્ટાફે તેમને આ અવસરે ઉપહાર પણ આપ્યાં હતા. ચૌધરીને 2 પુત્રો છે, એક સ્ટુડિયો ચલાવે છે, બીજા પુત્રે ડબલ એમએ કર્યું છે. એક દીકરી છે, જેના લગ્ન થઇ ગયા છે. ચૌધરીએ સિટી પોલીસ કાર્યલયેથી વિદાય લેતાં પહેલા આરપીએફના દરેક કર્મચારીને પ્રણામ કર્યું હતું.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.