ખીર, આઈસ્ક્રીમ, મિઠાઈ બનાવવા માટે સૂકા નારિયેળનો (dry coconut) ઉપયોગ કરવામાં આવે છે. ભોજનમાં (meal) નારિયેળનો (coconut) ઉપયોગ કરવાથી ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. સૂકા નારિયેળમાં અનેક પોષકતત્વો (Dry coconut contains many nutrients) રહેલા છે. સૂકું નારિયેળ હ્રદય, બ્રેઈન અને ત્વચા માટે ખૂબ જ લાભદાયી છે. સૂકા નારિયેળનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને વાયરલ ઈન્ફેક્શન થવાનું જોખમ ઓછું રહે છે.
સૂકા નારિયેળના ફાયદા
એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર
નારિયેળમાં ફિનોલિક કમ્પાઉન્ડ રહેલા છે, જે એન્ટીઓક્સીડેન્ટ્સની જેમ કામ કરે છે. જે શરીરના સેલ્સની ઓક્સીડેટિવ ડેમેજને રોકવાનું કામ કરે છે. સૂકા નારિયેળમાં ગેલિક એસિડ, કેફિક એસિડ, સેલિસિલિક એસિડ, પી-કોમ્યૂરિક એસિડ રહેલા છે. સૂકું નારિયેળ શરીરમાં લોહીના પ્રવાહને યોગ્ય રાખવાનું કામ કરે છે.
આયર્નની ઊણપ દૂર
અનેક મહિલાઓમાં આયર્નની ઊણપ જોવા મળે છે. સૂકા નારિયેળમાં ખૂબ જ અધિક માત્રામાં આયર્ન રહેલું હોય છે. સૂકા નારિયેળનું સેવન કરવાથી આયર્નની ઊણપ દૂર થાય છે. આ કારણોસર મહિલાઓને ડિલીવરી બાદ નારિયેળની મિઠાઈ ખાવાનું કહેવામાં આવે છે.
રોગ પ્રતિકરાક શક્તિમાં વૃદ્ધિ થાય છે
સૂકા નારિયેળમાં પ્રોટીન, વિટામિન્સ, આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ અને સેલિનિયમ રહેલા હોય છે. આ તમામ પોષકતત્વો રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અને વાયરલ બિમારી થવાનું જોખમ ઓછું રહે છે.
કનેક્ટિવ ટિશ્યૂઝ માટે લાભદાયી છે
સૂકા નારિયેળમાં અનેક પોષકતત્વો રહેલા છે, જેનાથી શરીરના કનેક્ટિવ ટિશ્યૂઝ મજબૂત થાય છે. ડાયટમાં નારિયેળ શામેલ કરવાથી ગઠિયા અને ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યા થવાનું જોખમ ઓછું રહે છે. સૂકા નારિયેળ ત્વચા માટે ખૂબ જ લાભદાયી છે.
યાદશક્તિ મજબૂત થાય છે
સૂકા નારિયેળનું સેવન કરવાથી યાદશક્તિ મજબૂત થાય છે. માનસિક સ્વાસ્થ્ય માટે સૂકા નારિયેળ ખૂબ જ લાભદાયી છે. સ્ટડી અનુસાર નારિયેળના તેલનો ઉપયોગ કરવાથી અલ્ઝાઈમર્સ થવાની સંભાવના ઓછી રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..