દેશભરમાં મહિલાઓ, યુવતીઓ અને માસૂમ બાળકીઓ સાથે છેડતી અને રેપની વધતી ઘટનાઓની વચ્ચે મુંબઈમાં વેસ્ટ બસના એક ડ્રાઈવર અને કંડક્ટરે એવું કામ કર્યું છે, જેના દરેક વ્યક્તિ ભરપૂર વખાણ કરી રહી છે. તેમના કામ વિશે જાણશો તો તમે પણ સેલ્યુટ કરશો.
શું છે મામલો?
– મુંબઈમાં ગત દિવસોમાં એક એવી ઘટના ઘટી, જેણે ખાસ કરીને મહિલાઓને એવો અહેસાસ અપાવ્યો કે મુંબઈમાં તેઓ એકદમ સુરક્ષિત છે.
– મુંબઈમાં એક કંપનીમાં કામ કરતી યુવતી મોડી રાતે 1.30 વાગે વેસ્ટ બસના ગોરેગાંવ રોયલ પામ બસ સ્ટોપ પર ઉતરી. જગ્યા બિલકુલ સૂમસામ હતી અને તે ત્યાં એકદમ એકલી હતી.
– પરિસ્થિતિને જોઇને બસ ડ્રાઈવર અને કંડક્ટરે યુવતીનો સાથ આપવા માટે બસ ઊભી રાખી. થોડીકવાર પછી જ્યારે ઓટોવાળો આવ્યો, તો બંનેએ યુવતીને તેમાં બેસાડી અને આગામી સ્ટોપ માટે નીકળી પડ્યા.
ટ્વિટ કરીને યુવતીએ કર્યા વખાણ
– ઉલ્લેખનીય છે કે ડ્રાઈવર યુવતીને છોડીને ત્યાંથી જઈ શકતો હતો. તેની ડ્યૂટીમાં આ સામેલ ન હતું. પરંતુ માણસાઈને ખાતર તેણે યુવતીને સૂમસામ જગ્યાએ એકલી છોડવી યોગ્ય ન સમજ્યું.
– આ ઘટના પછી @nautankipanti ટ્વિટર હેંડલથી યુવતીએ બેસ્ટની બસ 398ના ડ્રાઈવર અને કંડક્ટરની પ્રશંસા કરીને લખ્યું કે રાતે 1.30 વાગે હું સૂમસામ રસ્તા પર એકલી હતી.
– તેમણે મને પૂછ્યું- શું કોઇ તમને લેવા માટે આવી રહ્યું છે? જ્યારે મેં ના પાડી તો તેમણે બસને ત્યાં સુધી ઊભી રાખી જ્યાં સુધી મને કોઈ ઓટો ન મળી ગઈ. ત્યારબાદ મને ઓટોમાં બેસાડીને તેઓ ચાલ્યા ગયા. યુવતી કહે છે આ જ કારણે આજે મુંબઈ સાથે મને પ્રેમ છે.
આવા ઉમદા કાર્યને એક લાઈક અને શેર કરીને વધાવજો