શું ઓછામાં ઓછું પાણીનો ઉપયોગ કરીને ખેતીની આવક વધારવા માટેનો કોઈ ઉકેલ છે અથવા નવા રસ્તાઓ છે ? આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને, એક્ઝા-ગ્રીન સોલ્યુશન્સ લિમિટેડ નામની એક ખાનગી કંપનીના કારોબારી સંચાલક રિશબ એસ દ્વારા ઊંડા મૂળિયાં માટે કરાતી ટપક સિંચાઈ માટેના એક ઉકેલ તરીકે ઓળખાતી એક નવી પદ્ધતિ જાણવા મળી છે. આ પ્રકારે સિંચાઈ કરવાથી પાણીની તો બચત કરી જ શકાય છે સાથે સાથે સમય અને વીજળીની પણ બચત કરી શકાય છે.
પરંપરાગત ખેતી કરવાની પદ્ધતિમાં પાણીનો છંટકાવ અને ટપક સિંચાઈની પદ્ધતિ પાણીના જથ્થાને બચાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ આ બે સિંચાઇ પદ્ધતિઓ હોવા છતાં પાણીની સર્જાતી કટોકટી બાબતનો કોઈ ઉકેલ મળ્યો નથી. હવે નવતર માર્ગ – ભૂગર્ભ ટપક સિંચાઈની પદ્ધતિને એક અનોખા ઉપકરણ સાથે વિકસાવવામાં આવી છે. જે 50 ટકા પાણીનો બગાડ થતો બચાવી શકે છે.
સામાન્ય રીતે વૃક્ષો અને છોડના મુળીયાઓ ઊંડે સુધી ગયેલા હોય છે. ટપક સિંચાઈ મૂળિયા સુધી પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડી શકતી નથી. જોકે તે વૃક્ષ અથવા છોડ અથવા પાકના તળિયે એ કરવામાં આવે છે. ચોક્કસ પ્રકારના છોડ એની મૂળ ઓળખ દ્વારા ઊંડાણથી મૂળિયામાં ટપક સિંચાઈ વ્યવસ્થા કરી નવો ઉપાય સ્થાપિત કરવામાં આવે છે. સિંચાઈની આ પદ્ધતિમાં પાણીનો વેડફાટ થતો નથી. મુળીયાઓને ખાસ પ્રકારે બનાવેલા છિદ્રોવાળા પાઈપો દ્વારા મૂળિયાને પર્યાપ્ત પાણી મળી શકે છે.
એકવાર પાણીનો પુરવઠો બંધ થઈ જાય, ત્યારબાદ પણ આ પાઈપો મૂળિયા માટે યોગ્ય પ્રમાણમાં હવાની અવરજવર પણ થઇ શકે છે અને તેથી હવાની અવરજવર માટે ઉપરીય સ્તરની માટી ખોદવાની જરૂર પડતી નથી. ઊંડાણમાં કરતી ટપક સિંચાઈ દ્વારા તમે મરી જતા છોડને નવજીવન આપી શકો છે. આ પ્રકાર બાગાયતી પાકો માટે અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે શ્રેષ્ઠ છે. સામાન્ય ટપક સિંચાઈની તુલનામાં આ જમીનના ઊંડાણમાં કરાતી ટપક સિંચાઈથી તમે 50 ટકા પાણી બચાવો છો. ખેડૂતો ને સહાયરૂપ બને છે.
નવી ટેકનિક: નવી ટપક સિંચાઈ પદ્ધતિથી ખેડૂતો પાણી વીજળી અને ઊર્જા બચાવી શકે છે
આ નવી સિંચાઇ પદ્ધતિ વચ્ચેથી છિદ્રવાળી વાંસળી જેવી હોય છે. તે પાઇપમાં આવતા અવરોધને પણ અટકાવશે. તેને સરળતાથી એક છોડમાંથી બીજામાં લઈ જઇ શકાય છે. તે કોઈપણ પ્રકારની માટી માટે અનુકૂળ છે. તે છોડની આસપાસ થતા બિનજરૂરી નીંદણને પણ અટકાવે છે. ખેડૂતો પાણી, વીજળી અને ઊર્જા બચાવી શકે છે. પાઇપ ઉચ્ચ ગુણવત્તાવાળા પ્લાસ્ટિકના બનેલા હોય છે અને તે 15 વર્ષ સુધી ટકી શકે છે. જમીનના ઊંડાણમાં કરાતી ટપક સિંચાઈ પદ્ધતિ વેચવા અથવા સ્થાપિત કરતા પહેલા, ટેકનિશિયન ખેતરની મુલાકાત લે છે અને તેની કામગીરી વિશે ખેડૂતને તાલીમ આપે છે. ત્યારબાદ ખેડૂતો સ્વતંત્ર રીતે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે..
હાલમાં આ પાઈપો અમેરિકાથી આયાત થાય છે
સંસ્થા પોતે ભારતમાંજ આ ઉપકરણ તૈયાર કરવાનું શરૂ કરશે. પાઇપના વિવિધ કદ હોય છે – 8 ઇંચ, 14 ઇંચ, 24 ઇંચ અને 36 ઇંચથી લઇને. દરેક ઉપકરણ રૂ. 500 થી રૂ. 1000 જેટલી કિંમતના હોય છે. જો છોડના મુળીયાઓ ઊંડે સુધી પહોંચ્યા હોય તો મોટા પાઇપનો ઉપયોગ કરી શકાય છે, અને નાના પાઈપોનો ઉપયોગ વનસ્પતિ જેવા પાકો ઉગાડવા માટે કરી શકાય છે. (અહેવાલ-ભાવિક પંચાલ)
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરજો..