અમદાવાદ એરપોર્ટ પર 2 વિદેશી લોકોના પેટમાં હતી 165 કેપ્સુલ, બહાર કાઢી તો 1.811 કિલો હેરોઈન ડ્રગ્સ મળ્યું

અમદાવાદ એરપોર્ટ પરથી સમયાંતરે સોના અને ડ્રગ્સની દાણચોરીના કેસ સામે આવેલા છે. જેમાં જુદા જુદા કેસમાં જે રીતે શખ્સો વિમાન મારફતે વસ્તુઓ લાવતા એ જોઈને ઘણી વાર પોલીસ અને એજન્સીઓ પણ ચોંકી ગઈ છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે. જેમાં યુગાન્ડાના બે પ્રવાસીઓની ચોક્કસ બાતમીના આધારે અટકાયત કરી એના પેટમાંથી 165 કેપ્સુલ કાઢવામાં આવી હતી. આ કોઈ સામાન્ય કેપ્સુલ ન હતી. જેમાં 1.811 કિલો હેરોઈન ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ને મળેલી એક ચોક્કસ બાતમીના આધારે અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વૉચ ગોઠવવામાં આવી હતી. તા.13 ફેબ્રુઆરીના રોજ શારજહાં થઈને એન્ટેબે એરપોર્ટથી અમદાવાદ આવેલા યુગાન્ડાનો પુરૂષ અને સ્ત્રી પકડાયા હતા. એના શરીરમાં તપાસ કરવામાં આવતા નાની એવી નાર્કોટિક્સની કેપ્સુલ હોવાનું જાણવા મળ્યું હતું. તા.15 ફેબ્રુઆરીના રોજ આ જ રૂટ પરથી અમદાવાદ આવેલી મહિલાના શરીરમાં પણ ડ્રગ્સની કેપ્સુલ હોવાનું જાણવા મળ્યું હતું. સિટી સ્કેન કરતા પેટ અને ગુદાના માર્ગમાં એક એક કેપ્સુલ છુપાવવામાં આવી હતી. પછી સિવિલ હોસ્પિટલમાં એમને એનિમા આપીને બંને યુગાન્ડાના નાગરિકોના શરીરમાંથી 165 જેટલ કેપ્સુલમાંથી 1.811 કિલો હેરોઈન મળી આવ્યું.

બંનેની એનડીપીએસ એક્ટ 1985 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ પહેલા પણ વિદેશમાંથી આવતા કેટલાક નાગરિકો પાસેથી પ્રતિબંધીત વસ્તુઓ પકડાઈ છે. ખાસ કરીને દુબઈથી આવતી ફ્લાઈટ પર નજર રાખવામાં આવે છે. જોમાં નિયત માત્રા કરતા વધારે માત્રામાં સોનું લઈને આવતા શખ્સો પર ચોક્કસ બાતમીના આધારે સ્કેન કરવામાં આવે છે. આ પહેલા દુબઈથી આવેલી એક યુવતીએ પોતાના ઈનરવેરમાં ભરપુર માત્રામાં સોનું છુપાવ્યું હતું.

જે રીતે યુવતીએ સોનું છુપાવ્યું હતું એ જોઈને તંત્રના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. તેમણે પોતાના ઈનરવેરમાં અંદરની બાજુથી સ્ટિચ લઈને અંદરની બાજુમાં સોનું છુપાવ્યું હતું. જે પહેલી નજરે જોતા નજરે ચડે નહીં આ ઉપરાંત જો ધ્યાનથી તપાસવામાં ન આવે તો પણ સ્કેન કરતા એ ઝડપાય પણ નહીં. એ રીતે સોનાની દાણચોરી સામે આવતા તંત્રના અધિકારીઓ પણ થોડા સમય માટે વિચારતા થઈ ગયા હતા. જોકે, સમયાંતરે આ રીતે થતી દાણચોરી પકડાતા અનેક સિક્યુરિટી સામે પ્રશ્નો ઊભા થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો