કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં ભારત ઘણું જ નાજુક વળાંક પર ઉભું છે. ભારતમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 550થી પણ વધી ગઈ છે અને 10 લોકોનાં મોત થયા છે. સમગ્ર દેશમાં લોક ડાઉન છે. આગામી 15 દિવસ ઘણા જ મહત્વનાં છે. ભારતમાં સૌથી પહેલું કોરોના સંક્રમણ ઇટાલીથી આવેલા પર્યટકોમાં જોવા મળ્યું હતુ જેઓ રાજસ્થાનનો પ્રવાસ કરી રહ્યા હતા. આમાંથી 14ને ગુરુગ્રામની મંદાતા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટર સુશીલા કટારિયાનાં નેતૃત્વમાં એક ટીમ તેમની સારવાર કરી રહી હતી.
પરિવારથી દૂર રહીને 11 લોકોને કર્યા ઠીક
ડૉક્ટર સુશીલા કટારિયાની ટીમ 11 સંક્રમિતોને ઠીક કરી ચુકી છે અને તેમણે અનેક શીખ મેળવી છે. આ વાયરસની સામે લડાઈમાં ફ્રંટ લાઇન પર ઉભેલા ડૉક્ટર સુશીલા કટારિયા ગત 2 અઠવાડિયાથી પોતાના પરિવારથી વ્યવસ્થિત મળી શક્યા પણ નથી. તેમનો મોટાભાગનો સમય હૉસ્પિટલમાં જ પસાર થાય છે. ઘર પર ના તેઓ પોતાના બાળકોને મળે છે અને ના તેમની સાથે ભોજન જમે છે અને ના કોઈપણ પ્રકારની સ્પેસ તેમની સાથે શેર કરે છે. એક રીતે તેમણે પોતાને પોતાના પરિવારથી અલગ-થલગ કરી દીધા છે.
આશા છે કે બાકીનાં દેશો જેવી મહામારી નહીં ફેલાય
તેણે એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, “હું તો બસ પ્રતીક બની ગઈ છું. મારા જેવા અનેક ડૉક્ટરો છે જે હિન્દુસ્તાનમાં અને દુનિયાનાં અનેક દેશોમાં આ વાયરસની વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છે.” તેઓ જણાવે છે કે, “મારી પાસે આ દર્દી 4 તારીખનાં આવ્યા હતા. લગભગ 20 દિવસોથી તેઓ અમારી સાથે છે. અમે શીખી રહ્યા છીએ અને નવા અનુભવ મેળવી રહ્યા છીએ. આ નવી ચેલેન્જ છે. અમે આની સામે ઝઝૂમી રહ્યા છીએ. અમે આશા કરીએ છીએ કે મહામારી આખા દેશમાં બાકીનાં દેશોની માફક નહીં ફેલાય.”
મલ્ટી વિટામિન અને લક્ષણોનાં હિસાબે ટ્રીટમેન્ટ કરી
શુશીલા કટારિયાએ જણાવ્યું કે, “કુલ 14 દર્દીઓમાંથી 11 ઠીક થઈ ગયા છે. કોરોના વાયરસનો ઇલાજ કોઈ રસી નથી. આ નવી બીમારી છે. આનો પહેલાથી આપણી પાસે કોઈ અનુભવ નથી. અમે અત્યારનાં દિવસોમાં મેળવેલા દુનિયાનાં અનુભવો પ્રમાણે સારવાર કરી. જે દર્દીઓમાં સામાન્ય લક્ષણ હતા તેમને અમે મલ્ટી વિટામિન અને લક્ષણોનાં હિસાબે ટ્રીટમેન્ટ કરી. જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ છે અથવા તાવ છે તેમને અમે એન્ટી વાયરલ દવાઓ આપી છે.”
ડો. સુશીલાએ આ દર્દીઓ સાથે પોતાનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. જેમાં તેઓ તેમના માટે રોજ સારા મેસેજ મોકલે છે. આ રીતે તેમને ટ્રિટમેન્ટથી લઈને સાજા થવા માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ કહે છે- અમારા વચ્ચે ભાષા અલગ છે, આથી અમે ગૂગલ ટ્રાન્સલેટર દ્વારા વાતચીત કરીએ છીએ. હોસ્પિટલમાં દર્દીઓનો મોટાભાગનો સમય ઈન્ટરનેટ પર પસાર થાય છે. તેઓ ઈન્ટરનેટથી પોતાના પરિવાર અને દુનિયા સાથે જોડાયેલા રહે છે.
સોશિયલ ડિસ્ટન્સિંગ અને આઇસોલેશન સૌથી કારગર
તેમણે કહ્યું કે, “ડૉક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓ તો આ લડાઈમાં લડી રહ્યા છે, પરંતુ સૌથી મોટી લડાઈ લોકોએ પોતાના ઘરોમાં લડવાની છે. તેઓ કહે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને આઇસોલેશન જ આ વાયરસની લડાઈમાં સૌથી કારગર છે.” તેમણે એ પણ કહ્યું કે જો વાયરસ ચીન અને ઇટાલીની માફક ભારતમાં ફેલાશે તો પીઈપી ઇક્યૂપમેન્ટ અને એન-95 માસ્કનાં પુરવઠામાં મુશ્કેલી આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..