બારડોલીના વહુ અને ઉકા તરસાડીઆ યુનિવર્સિટીના માનદ પ્રાધ્યાપિકા ડો. રોઝી પટેલ રાષ્ટ્રીય કક્ષાએ પાટનગર દિલ્હીમાં તારીખ 18 એપ્રિલ થી 20 એપ્રિલ દરમિયાન યોજાયેલી મિસિસ ઇન્ડિયા 2019માં વિજેતા થયા હતા. માનસિક, શારીરિક અને બુદ્ધિમતાની સાથે સુંદરતાની પરીક્ષા કરતી આ સ્પર્ધામાં દેશવિદેશથી 43 પરિણીતા પસંદ કરવામાં આવી હતી.
ગત 20મી એપ્રિલના ગ્રાન્ડફિનાલેમાં ડો. રોઝી પટેલે રેમ્પવોક કર્યું હતું. ત્યારબાદ ટોપ 5 માં સિલેક્ટ થઇને તેમને એક્ટર કુણાલ કપૂર, એકટ્રેસ મહિમા ચૌધરી, મ્યુઝિશ્યન સમીરના સવાલોના જવાબ આપ્યા હતા. તેમની સરળતા, હેતુપૂર્ણ વ્યક્તિત્વ અને તીક્ષણ વિચક્ષણતા માટે બ્યુટી વીથ બ્રેઈન્સનો ખિતાબ એનાયત થયો હતો. જેને ત્યાં ઉપસ્થિત જ્યુરી મેમ્બર્સ, સ્પર્ધકો અને દર્શકોએ વધાવી લીધો હતો. ડો. રોઝી પટેલની તાજપોશી સમગ્ર ગુજરાતની નારીઓ માટે પ્રતિષ્ઠા અને પ્રેરણાની વાત છે.
સ્પર્ધા વિજેતા ઘોષિત થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં તેમને સ્ત્રીઓએ પોતાની શક્તિ પહેચાની તેને બહાર લાવવા માટે અરજ કરી હતી. ડો. રોઝી પટેલે તેમનો ખિતાબ પરિવાર ને સમર્પિત કરતા સ્વીકાર્યું હતું કે સ્પર્ધામાં ભાગ લેવા પરિવાર તેમજ UTU દ્વારા સમર્થન મળ્યું હતું અને દરેક સ્ત્રી પ્રેરણા સ્ત્રોત છે અને દરેક બાળક આશાનું રૂપ છે. હાલ તેઓ શિક્ષણને મજબુત બનાવવા ઉકા તારસાડીઆ યુનિ.માં પ્રાધ્યાપક પ્રશિક્ષણ કેન્દ્ર ચલાવે છે. તેઓ ગુજરાત રાજ્ય ના e-governance પરઅધ્યન કરીને Ph.D પ્રાપ્ત છે.
સ્ત્રી સશક્તિકરણ તથા ગામ માટે કામ કરશે
ડો. રોઝી પટેલે અસંખ્ય બાળકો, નવયુવાનો તેમજ સ્ત્રી સશક્તિકરણમાટે કામ કર્યું છે. નગોડ ગામ પુનરુદ્ધારમાં તેઓનો મહત્વ પૂર્ણ ફાળો રહેલ છે. તેઓ personality development અને grooming એક્સપર્ટ છે. 65 થી વધુ શિક્ષક પ્રશિક્ષણ પ્રોગ્રામ્સ એન્ડ 20થી વધારે કોર્પોરેટ પ્રશિક્ષણ પ્રોગ્રામ તેમને સંચાલન કર્યા છે. સમજદારી, સરળતા અને સંવેદના શક્તિએ વ્યક્તિત્વનું રહસ્ય છે, તેવું જણાવતાં તેઓ રાજ્ય ના દરેક વર્ગ ને સહાય કરવા માટે પોતાની સમગ્ર જવાબદારી સ્વીકારી છે.
રોઝી સામાજિક કાર્યકર અને યોગ પ્રશિક્ષક
ડો. રોઝી પટેલના બારડોલી ખાતે આવેલા લીલાછમ ઘરમાં દરેક પક્ષી, પશુ અને પ્રાણી માટે સ્થાન છે. તેમનો જીવન મંત્ર છે કે મારો દિવસ તો જ આથમી શકે જો મારા ઘરની આસપાસની દરેક જીવને ખોરાક, પાણી અને આરામ મળી રહ્યો છે તેવી ખાતરી થઈ શકે. આજની ઘડીએ પણ તેમના ઘરે 9 પશુઓની પ્રેમથી જતન થાય છે. આ ઉપરાંત તેઓ એક પ્રખર ભાષાવિદ, AIR ઉદઘોષક, લેખિકા, યોગ પ્રશિક્ષક તેમજ સામાજિક કાર્યકર્તા છે.