ડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 20 લાખ દર્દીનો મફત ઈલાજ કર્યો

હું જ્યારે MBBS હતો સ્ટુડન્ટ હતો ત્યારથી જ વિચારી લીધું હતું કે એ લોકો માટે કંઈ કરીશ જેમને ગરીબી માટે સારવાર નથી મળતી. 14 ઓગસ્ટ 1973માં પાસ આઉટ થયો, બીજા જ દિવસે પિતાજીએ મારા માટે ગામમાં ફ્રી ક્લિનિક ખોલી આપ્યું. શરૂઆતમાં 8-10 દર્દી જ આવ્યા. ઘણા સમય સુધી દવાખાનું એક તાડપત્રીની નીચે ચાલતું રહ્યું પછી ધીમે-ધીમે ગામના લોકો આવવા લાગ્યા. આજે શનિવાર રાતથી લાઈન લાગવા લાગે છે. 1974થી એક પણ રવિવારે ક્લિનિક બંધ રહ્યું નથી. 1200 દર્દીઓને જોતા જોતા રાત થઈ જાય છે. પરંતુ કોઈપણ દર્દીને જોયા વિના ક્લિનિક બંધ કરતો નથી.

રોડની બાજુમાં દોઢ કિ.મી. લાંબી દર્દીઓની લાઈન

પહેલા એકલો જ દર અઠવાડિયે અહીં આવીને દર્દીઓને જોતો હતો

લગ્ન પછી ડૉક્ટર પત્ની અને બંને ડૉ.ક્ટર પુત્રો પણ આવે છે. અમારી 35 લોકોની ટીમ બની ગઈ છે. તેમાં 10 ડેન્ટિસ્ટ, 1 સ્કીન સ્પેશિયાલિસ્ટ, 6 નર્સ અને અન્ય સ્વયંસેવકો છે. તેઓ એ જ છે પહેલા ક્યારેક સારવાર કરાવી ચૂક્યા છે. બાબાજાન નામનો એક રિક્ષા ડ્રાઈવર 8 વર્ષ પહેલા સારવાર માટે આવ્યો હતો. સાજો થતાં કહેવા લાગ્યો કે હું પણ એક દિવસ અહીં કામ કરવા માંગું છું ત્યારથી દર રવિવારે 60 કિ.મી. દૂરથી આવે છે. 44 વર્ષોથી જેમની પાસે પૈસા નથી તેવા દર્દીની સારવાર માટેનું આ અભિયાન ચાલી રહ્યું છે. બાકીના છ દિવસ હું મારી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું. ફી લઉં છું, પરંતુ રવિવારે સમાજની સેવા કરવી એ જ મારો પ્રયત્ન હોય છે. તેમાં સૌથી જરૂરી મારા પરિવારનો સાથ છે. તેથી જ મને નથી લાગતું કે, મારા પછી પણ કોઈ રવિવાર એવો નહીં હોય કે, ફ્રી ક્લિનિક નહીં ચાલે.

સેવા અહીં પૂરી થતી નથી…

ડૉ. રાવે ફ્રી ક્લિનિક ઉપરાંત પણ જરૂરિયાતમંદોની મદદ માટે ઘણું કર્યું છે. લોકોને ચેપથી બચાવવા માટે તેમણે પોતાના ખર્ચે ગામોમાં અનેક સ્થળે 679 શૌચાલય બનાવ્યા છે. 50 સ્કૂલ દત્તક લઈ ત્યાં ફર્નિચર પહોંચાડ્યું છે. ત્યાંના બાળકોને દર વર્ષે યુનિફોર્મ અને પુસ્તકો પણ વહેંચે છે. આ વિસ્તારમાં પાણીની સમસ્યા હતી તેથી ડૉ. રાવે 16 ગામો માટે બોરવેલ બનાવડાવ્યું. બે ગામોમાં સ્ટ્રીટ લાઈટોનું કામ કરાવ્યું છે. કેટલાક ગામોમાં ચાલુ છે.

કહે છે કે… દવાઓ મફત વહેંચવી જરૂરી છે કારણકે અહીં આવનારા મોટાભાગના લોકો દવા પણ ખરીદી શકતા નથી. તેઓ વચ્ચેથી દવા લેવાનું છોડી દેશે તો હેતુ પૂર્ણ નહીં થાય. અહીં આવનારા લોકોને ભોજન પણ મફત અપાય છે.

દર રવિવારે નિ:શુલ્ક સેવા, શનિવાર રાતથી લાઈનો લાગે છે, દવા-ભોજન પણ ફ્રીમાં આપે છે

ડૉ. રાવને 2010માં પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

અમિતાભ બચ્ચન,રાજકુમાર અને અનેક રાજ્યોના CMની સારવાર કરી ચુકેલા ડૉ. રમણ રાવે 44 વર્ષમાં 20 લાખ દર્દીનો મફત ઈલાજ કર્યો

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો