પંજાબમાં ફોટા પર શરૂ થયું રાજકારણ: CM ઓફિસમાં ડો. આંબેડકર અને શહીદ ભગત સિંહની તસવીર લગાવાઈ, ભાજપે કહ્યું- મહારાજા રણજીત સિંહની તસવીર હટાવી

પંજાબમાં હવે ફોટા પર રાજકારણ શરૂ થઈ ગયું છે. નવા સીએમ ભગવંત માનના કાર્યાલયમાં વચન મુજબ, તેમણે શહીદ-એ-આઝમ ભગતસિંહ અને ડૉ. બી.આર. આંબેડકરની તસવીરો લગાવી હતી. જ્યારે આ તસવીરો સામે આવી તો વિરોધીઓએ ટીકા કરવાનું શરૂ કરી દીધું. બીજેપીના મહાસચિવ સુભાષ શર્માએ કહ્યું કે પહેલા અહીં મહારાજા રણજીત સિંહનો ફોટો લગાવવામાં આવ્યો હતો. તેને દૂર કરવામાં આવ્યો છે. તેમણે આ બાબતે માફી માંગીને તરત જ ફોટો પાછો લગાવવા જણાવ્યું છે.

બાદલ અને કેપ્ટનની તસવીર બતાવીને સરખામણી કરી રહ્યા
સોશિયલ મીડિયો પર આ બાબતે ખુબ જ દલીલો કરવામાં આવી રહી છે. લોકોએ પંજાબના પુર્વ CM કેપ્ટન અમરિંદર સિંહ અને પ્રકાશ સિંહ બાદલની સાથેની મુખ્યમંત્રી ઓફિસની તસવીર શેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કેપ્ટન અને બાદલ સીએમ હતા ત્યારે ઓફિસમાં મહારાજા રણજીત સિંહની તસવીર હતી. હવે ભગવંત માનના સીએમ બનતાની સાથે જ તે તસવીર હટાવી દેવામાં આવી છે. જોકે સત્તાવાર રીતે, સરકાર કે મુખ્યમંત્રી કાર્યાલયે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ભગતસિંહ સાથે મહાત્મા ગાંધીની તસ્વીર મુકવાની માંગ કરાઈ
​​​​​​​સીએમ કાર્યાલયમાં ડો. આંબેડકર અને શહીદ ભગતસિંહ સાથે મહાત્મા ગાંધીની તસ્વીર મુકવાની માંગ ઉઠી છે. સોશિયલ મીડિયા પર વિપક્ષી રાજકીય પક્ષો કહી રહ્યા છે આમ આદમી પાર્ટીને મહાત્મા ગાંધીની તસવીર લગાવવામાં વાંધો ન લેવો જોઈએ.

માને જાહેરાત કરી હતી કે, સરકારી ઓફિસોમાં CMનો ફોટો લગાવાશે નહીં
​​​​​​​ચૂંટણી પ્રચાર દરમિયાન જ ભગવંત માને જાહેરાત કરી હતી કે હવેથી સરકારી ઓફિસોમાં CMનો ફોટો લગાવાશે નહીં. તેની જગ્યાએ ડો.આંબેડકર અને ભગતસિંહની તસવીરો લગાવવામાં આવશે. તેની અસર પણ પંજાબની સરકારી ઓફિસોમાં થઈ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો