વલસાડ જિલ્લાના ધરમપુરની સાઈનાથ હોસ્પિટલના ડોકટર ડી સી પટેલને એશિયાનું સૌથી મોટી પથરીનું ઓપરેશન કરીને દર્દીને જિંદગી બક્ષવા બદલ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. વલસાડના ધરમપુરમાં આવેલી સર્પદંશની સારવાર માટે જાણીતી બનેલી સાઈનાથ હોસ્પિટલના ડોકટર ડી સી પટેલને વધુ એક સિદ્ધિ મળી છે. તેમને ત્યાં પેશાબની બળતરાની ફરિયાદ લઈને આવેલ દર્દીના બેલ્ડરમાંથી 1.365 ગ્રામની મોટી પથરી એક કલાક ચાલેલા ઓપરેશનમાં સફળતા પૂર્વક કાઢી લઈને દર્દીને ઉગારી લેવામાં આવ્યો હતો.
ડો. ડી સી પટેલનું કહેવું છે કે આ ઓપરેશન વિશ્વમાં બીજા નંબરનું છે. અને પહેલા નંબર પર બ્રાઝીલમાં ઓપરેશન થયું હતું. મારી લાઈફમાં મેં આ ઓપરેશન કરી ધન્યતા અનુભવી છે આટલો મોટો પથરીનો પથ્થર કાઢી ને દર્દી ની જિંદગી આપી છે. અમને લિમ્કા બુક એ પોતાના બુકમાં નામ મળ્યું છે. આ એશિયાનું સૌથી મોટું ઓપરેશન કહી શકાય છે.
દર્દી મહેશ પટેલને બળતરા થતી હતી. ડોકટર એ ચકાસણી કરી ને ઓપરેશન કર્યું આટલો મોટો પથ્થર જોઈ હું પણ અચમબા પડી ગયો હતો.
તારીખ 6 એપ્રિલ 2017 ના રોજ મહેશભાઈ નામ ના દર્દી જેઓ સાઈનાથ હોસ્પિટલ ખાતે પેશાબમાં બળતરા થતી હોવાની ફરિયાદ લઈને પહોંચ્યા હતા. જ્યાં ડો ડી સી પટેલે તેમની તપાસ કર્યા બાદ એક્સ રે કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે મહેશભાઈના પેશાબની થેલી (બ્લેડર)માં મોટી પથરી જણાઈ આવી હતી. સતત એક કલાક સુધી ઓપરેશન કરી દર્દીના બ્લેડરમાંથી 1.365 ગ્રામ જેટલી મોટી પથરી સફળતા પૂર્વક કાઢી લેવામાં આવી હતી. વિશ્વમાં 2003માં ઓગષ્ટ માસમાં બ્રાઝિલમાં 1.9 કિલો ગ્રામની પથરી ઓપરેશન કરી દર્દીના પેટમાંથી કાઢવામાં આવી હતી.
જોકે આ બાદ સૌથી મોટી પથરી અંગે ઈન્ટરનેટના માધ્યમથી તેમને જાણકારી મળતા તેમણે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સમગ્ર બાબતે એપ્લાય કરતા આખરે લિમ્કા બુક ઓફ રેકોર્ડ દ્વારા ડો. ડી સી પટેલને એશિયામાં સૌથી મોટી પથરીનું સફળ ઓપરેશન કરવા માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપ્યું છે નોંધનીય છે કે ડો. ડી સી પટેલ સર્પદંશની સફળ સારવાર માટે પણ જાણીતા છે.
ધરમપુરના ડો ડીસી પટેલને મળ્યું લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન 1.365 કિલો ગ્રામની જંગી સાઈઝની પથરી ઓપરેશન કરી બહાર કાઢી લેવાઈ અને વિશ્વ બીજું અને એશિયા ખંડનું પહેલું સૌથી મોટું ઓપરેશન સાબિત થયું.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.