અમદાવાદમાં ધનતેરસના દિવસે ડબલ મર્ડરની ઘટના, લૂંટના ઇરાદે વૃદ્ધ દંપતીની હત્યા, સમગ્ર વિસ્તારમાં હાલ ડરનો માહોલ

ધનતેરસના દિવસે અમદાવાદમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ઘાટલોડિયામાં પારસમણી એપાર્ટમેન્ટમાં સાંજના સમયે એકાકી રહેતા વૃદ્ધ દંપતીને તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને આરોપીઓ લૂંટ કરી ફરાર થઈ ગયા છે. મૃતક દયાનંદ સુબરાવ સાનભરા (ઉ.વ. 90) અને તેમના પત્ની વિજયાલક્ષ્મી (ઉ.વ. 80) આ ફ્લેટમાં રહેતા હતા

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દયાનંદ અને વિજયાલક્ષ્મી નામના દંપતી પારસમણી ફલેટમાં K બ્લોકના 11 નંબરમાં રહેતા હતા. મૃતક દંપતીનો દીકરો અડાલજમાં રહે છે અને પૌત્રી દિવાળીને લઇને ખરીદી કરવા ગયા હતા તે સમયનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સો લૂંટના ઈરાદે આવે છે અને બંનેની હત્યા (murder)કરી લૂંટ કરી છૂમંતર થઈ જાય છે.

ડબલ મર્ડરની ઘટનાના કારણે સોસાયટી સહિત સમગ્ર વિસ્તારમાં હાલ ડર જોવા મળી રહ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મર્ડર અને લૂંટની ઘટના રેકી કરી થઈ હોવાનું અનુમાન છે. કારણ કે એકલતાનો લાભ લઈ વૃદ્ધ દંપતીની હત્યા કરી દેવામાં આવી છે. તેમનો ફ્લેટ સોસાયટીની વચ્ચોવચ આવેલા છે.

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા મોટી સંખ્યામાં અધિકારીઓ સહિતનો કાફલો સોસાયટી દોડી આવ્યો હતો. મૃતદેહોને ફોરેન્સિક તપાસ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી . આ માટે FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ આસપાસના લોકોની પણ પૂછપરછ કરી રહી છે. સોસાયટીની બહાર અને અંદર કઈ કઈ જગ્યાએ સીસીટીવી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

તિજોરી-કબાટમાં લૂંટ કરીને દંપતીની હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક તપાસમાં દેખાઈ રહ્યું છે. હાલ તો પોલીસે હત્યાની ફરિયાદ લઈ આરોપીઓને પકડવાની દિશામાં કવાયત હાથ ધરી છે.

દિવાળીના પર્વને લઇને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા આ દિવસોમાં સુરક્ષાને લઇને ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોવાની વાત કરવામાં આવી હતી. પેટ્રોલિંગ, નાકા પોઇન્ટ ઉપરાંત સીસીટીવી કંટ્રોલ રૂમ દ્વારા પણ ભીડ વાળા સ્થળો પર ચાંપતી નજર રાખવાની વાત થઇ હતી. આવા સમયે હત્યાની બે ઘટના સામે આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો