કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બુધવારે કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યા. રાહુલે સરકારને સલાહ આપતા કહ્યું કે દેશને ચલાવવા માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંવાદ જરૂરી છે. ભારત કોઈ સલતન્ત નથી અને રાજ્યોને દબાવી ન શકાય. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવમાં ભાગ લેતા રાહુલે આ વાત લોકસભામાં કરી.
રાહુલ ગાંધીએ અંબાણી અને અદાણીને દેશના સૌથી મોટો મોનોપિલિસ્ટ જણાવ્યા અને કહ્યું કે બંને ઉદ્યોગપતિ કોરોના વાઈરસના વેરિયન્ટની જેમ ડબલ A વેરિયન્ટ છે. આ વેરિયન્ટ દેશની અર્થવ્યવસ્થાને પોતાની ઝપેટમાં લઈ રહ્યાં છે.
રાહુલ ગાંધીના ભાષણ સાથે જોડાયેલી 7 મોટી વાત
1. અમિત શાહ પર સાધ્યું નિશાન
રાહુલે કહ્યું કે કેટલાંક દિવસ પહેલા કોઈ રાજકીય પક્ષના નેતા મણિપુર ગયા હતા, તેઓ ઘણાં જ ગુસ્સામાં હતા. મેં કારણ પુછ્યું તો તેમને કહ્યું આટલું અપમાન કયારેય નથી થયું. મણિપુરના અનેક નેતા થોડાં દિવસ પહેલા ગૃહ મંત્રીના ઘરે ગયા હતા. ત્યાં તેમના જૂતાં ઉતરાવ્યા હતા પરંતુ ગૃહ મંત્રી ચંપલ પહેરીને ફરતા હતા. તેમને મને તે તસવીર દેખાડી. અંતે આવો ભેદભાવ કેમ?
2. વાતચીત વગર અને સમજૂતીની સાથે કોઈ શાસન નથી કર્યું
તમે ત્રણ હજાર વર્ષ જૂનો ઈતિહાસ જોઈ લો, તમે મોર્ય વંશને જુઓ, અશોકને વાંચી લો. કોઈએ પણ વાતચીત વગર અને સમજૂતીથી શાસન નથી કર્યું. દેશમાં દરેક રાજ્યના લોકોને પોતાની ભાષા છે અને પોતાની સંસ્કૃતિ છે ભારત કેન્દ્રની એક લાકડીના સહારે ન ચાલી શકે.
3. અમીરો અને ગરીબોનું અલગ ભારત
રાહુલે કહ્યું- બે ભારત બની રહ્યાં છે, એક અમીરોનું ભારત અને બીજું ગરીબોનું ભારત. આ બે હિન્દુસ્તાન વચ્ચેનો ગેપ વધી રહ્યો છે. ગરીબ હિન્દુસ્તાનની પાસે આજે રોજગારી નથી. રાષ્ટ્રપતિના અભિભાષણમાં બેકારી અંગે એક પણ શબ્દ ન હતો.
કોરોનાના સમયે જે સપોર્ટ તમારે આપવાનો હતો તે ન આપ્યો, પરિણામે 84% ભારતીયોની આવક ઘટી અને તેઓ ઝડપથી ગરીબી તરફ આગળ ધપી રહ્યાં છે. અમે 27 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા હતા અને 23 કરોડ લોકોને તમે ફરી ગરીબ બનાવી દીધા. આ અમારા આંકડા નથી.
4. હિન્દુસ્તાનની અર્થવ્યવસ્થામાં ડબલ A વેરિયન્ટ ફેલાય રહ્યો છે
રાહુલે કહ્યું, ‘ફોર્મલ સેક્ટરમાં મોનોપલી બની રહી છે. હું બે મોનોપોલિસ્ટ અંગે બોલીશ. જે રીતે કોરોનાના સમયમાં અલગ-અલગ વેરિયન્ટ આવે છે એવી જ રીતે ડબલ A વેરિયન્ટ હિન્દુસ્તાનની આખી અર્થવ્યવસ્થામાં ફેલાય રહ્યો છે. એક વ્યક્તિને ભારતના બધાં જ પોર્ટ. હિન્દુસ્તાનના બધાં એરપોર્ટ, પાવર, ગ્રીન એનર્જી, એડીબિલ, જે પણ હિન્દુસ્તાનમાં થાય છે તે અદાણીને આપવામાં આવે છે. બીજી બાજુ અંબાણીજી રિટેલ, ઈ-કોમર્સ, પેટ્રોલમાં જ જોવા મળે છે. તો દેશનો આખો વ્યવસાય કેટલાંક પસંદગીના લોકોના હાથમાં જ જઈ રહ્યો છે.’
5. સ્મોલ અને મીડિયમ ઈન્ડસ્ટ્રીને સપોર્ટ વગર મેડ ઈન ઈન્ડિયા ન બની શકે
તમામ સ્મોલ બિઝનેસ ઈન્ડસ્ટ્રીને તમે ખતમ કરી દીધી. જો તમે તેમને સપોર્ટ આપ્યો હોત તો મેન્યુફેક્ચરિંગ સેક્ટર તૈયાર થઈ શક્યું હોત. તમે મેક ઈન ઈન્ડિયા કરો છો, પરંતુ તમે તો અસંગઠિત લોકોને જ ખતમ કરી દીધા, તે લોકો તો મેડ ઈન ઈન્ડિયાવાળા છે. સ્મોલ અને મીડિયમ ઈન્ડસ્ટ્રીને સપોર્ટ કર્યા વગર મેડ ઈન ઈન્ડિયા બની જ ન શકે.
તમે મેક ઈન ઈન્ડિયા, ન્યૂ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ બોલો છો અને દેશમાં બેરોજગારી ફેલાઈ રહી છે. તમે એ ન વિચારો કે આ હિન્દુસ્તાન મૌન રહેશે. આ ગરીબ હિન્દુસ્તાનને તે દેખાય છે કે ભારતના 10 લોકોની પાસે 40 ટકા જનતાથી વધુ ધન છે. આ કોને કર્યું? આ નરેન્દ્ર મોદીએ કર્યું. તમે જે હિન્દુસ્તાન બનાવી રહ્યાં છો, તે હિન્દુસ્તાનને જોડવાનું કામ ઝડપથી કરો.
6. તમારી રાજનીતિએ દેશમાં નફરત જ ફેલાવી
જો તમે ભારતના બંધારણને વાંચો તો જાણશો કે ભારતના રાજ્યોને એક સંગઠન તરીકે દેખાડવામાં આવ્યું છે. તેનો અર્થ છે કે તમિલનાડુના લોકોને તેટલી જ પ્રાથમિકતા મળવી જોઈએ, જેટલી યુપી અને અન્ય રાજ્યોને મળે છે. તેટલી જ પ્રાથમિકતા મણિપુર, નાગાલેન્ડ, જમ્મુ કાશ્મીરને પણ મળવી જોઈએ. આ ગંભીર મુદ્દો છે અને હું આ મુદ્દે ગંભીર જવાબ ઈચ્છું છું. તમારી રાજનીતિએ દેશમાં નફરત જ ફેલાવી છે.
7. કેન્દ્રએ જમ્મુ કાશ્મીરમાં મોટી રણનીતિક ભૂલ કરી
રાહુલ ગાંધીએ કહ્યું, ‘હું આપણાં દેશને લઈને ઘણો જ ચિતિંત છું. તમે આ દેશ અને તેના લોકોને ભારે જોખમમાં નાખી રહ્યાં છો. તમે (સરકાર)ચીન અને પાકિસ્તાનને ભેગાં કર્યા છે. આપણે જમ્મુ-કાશ્મીરમાં મોટી રણનીતિક ભૂલ કરી છે.’
11 ફેબ્રુઆરી સુધી ચાલશે બજેટ સત્ર
રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા 2 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે. 31 જાન્યુઆરીથી શરૂ થયેલું બજેટ 11 ફેબ્રુઆરી સુધી ચલાશે. પહેલો તબક્કો પૂરો થયા બાદ 12 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી એક મહિના માટે ચાલશે. બીજો તબક્કો 14 માર્ચથી શરૂ થઈને 8 એપ્રિલ સુધી ચાલશે. આ સત્રમાં મંત્રાલયને ફાળવવામાં આવેલી રકમ પર ચર્ચા થશે. સાથે જ સંબંધિત વિભાગોના મંત્રી જવાબ આપશે. બજેટ પર ચર્ચા અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણના જવાબ પછી બજેટ પાસ કરવામાં આવશે.
શિફ્ટમાં થશે વર્કિંગ
દેશમાં કોરોનાના કેસની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંસદનું કામકાજ 2 ફેબ્રુઆરીથી શિફ્ટમાં ચાલશે. રાજ્યસભાની કાર્યવાહી સવારે તો લોકસભાની કાર્યવાહી સાંજે ચાલશે. રાજ્યસભા સવારે 10 વાગ્યાથી શરૂ થઈને 5 કલાક એટલે કે બપોરે 3 વાગ્યા સુધી ચાલશે. તો લોકસભાનો સમય સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ચાલશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..