સોમનાથમાં પાયલ જે ટોપલામાં ફૂલ વેચતી તે જ ટોપલામાં1.5 લાખનું દાન એકત્ર થયું, હવે જશે ભણવા

સોમનાથના વેરાવળમાં ચાલી રહેલી ગિરીબાપુની શિવકથામાં પાયલ નામની ગરીબ દિકરી માટે બાપુએ ટહેલ નાખી હતી અને રૂપિયા 1.5 લાખનો ફાળો એકત્ર થઈ ગયો હતો. જે ટોપલામાંથી ફૂલ વેચતી તે જ ટોપલામાં કથાકારે 1.5 લાખ રૂપિયા એકત્ર કર્યા. પાયલ ખુબ ગરીબ પરિવારમાંથી આવે છે. તે ફુલ વેચીને ઘરનું ગુજરાન ચલાવે છે. પાયલને અંગ્રેજી શીખી વિદેશી યાત્રાળુઓને અંગ્રેજીમાં ઈતિહાસ બતાવવાની ઈચ્છા છે. પાયલની આ ઈચ્છા જાણી ગિરીબાપુએ વ્યાસપીઠ પરથી ટહેલ કરી હતી.

સાધુ પોતાના માટે નહીં સમાજ માટે માંગે છે, ફુલ વેચીને ઘરનું ગુજરાન ચલાવતી પાયલની મદદ માટે શિવકથામાં એક લાખનો ફાળો થયો..

બાપુએ 1.05 લાખ પાયલના જ ટોપલામાં ભર્યા

બાપુએ પાયલને વ્યાસપીઠ પર પોતાની પાસે બેસાડીને સન્માન કર્યું. ગણત્રીની મિનીટોમાં જ વ્યાસપીઠ પર પાયલને ભણાવવા માટે 1 લાખ 5 હજારની રકમ એકઠી થઇ ગઇ. ગિરીબાપુએ એ રકમ પાયલનાં જ ટોપલામાં ભરી અને કહ્યું આને હવે એકલી ઘરે જવા ન દેતા. ગિરીબાપુએ કહ્યું, હું જ્યારે કથાના પ્રથમ દિવસે મંડપ જોવા આવ્યો ત્યારે આ દિકરી દોડીને મને ફૂલમાળા પહેરાવી ગઇ હતી એનો પરિચય મને જીતુપુરીએ કરાવ્યો કે, આ પાયલ છે અને અહીં ફૂલમાળા વેચવાનું કામ કરે છે. બાપુએ પાયલને કહ્યું, હવે તું તારો આ ફૂલમાળા વેચવાનો ટોપલો તોડી નાંખજે અને અંગ્રેજી શીખવા લાગી જજે.

પાયલને અમેરિકા લઇ જનારા દાતા પણ મળ્યા

બાપુએ જ્યારે પાયલને તેની ઇચ્છા પૂછી ત્યારે તેણે કહ્યું કે , એકવાર મારે અમેરિકા જવાની ઇચ્છા છે. ગિરીબાપુએ ત્યાંથી જ દાતા તૈયાર કરી આપ્યા. જેમાં પાયલને અંગ્રેજી શીખવવાની જવાબદારી પ્રભાસ હોટલવાળા નથુભાઇ સોલંકીને આપી. જ્યારે તેને અમેરિકા રહેતા સાધનાબેને અમેરિકા લઇ જવાની જવાબદારી ઉઠાવી લીધી. જ્યારે તેના લગ્ન ધામધૂમથી કરાવી આપવાની જવાબદારી કમાભાઇ રાઠોડને સોંપી હતી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો