માંડવીમાં એક મહિલા ડોક્ટર પોતાની ધમધમતી ક્લિનીક ત્રણ વર્ષથી બંધ કરીને સીવણ ક્લાસ, ફેશન ડિઝાઇનના નિશૂલ્ક કોર્ષ દ્વારા માંડવીની મહિલાઓને પગભર કરી રહ્યા છે.
બૅચલર ઓફ ડેન્ટલ સાયન્સની ડીગ્રી ધરાવતા ડો. ભારતી એલ.વાઘજીયાણી એક દાયકાથી પ્રેક્ટીસ કરતા હતા. જેની ધમધમતી ક્લિનિક હતી. જેમાં ગરીબ દર્દિઓનું નિદાન કરતાં કરતા તેઓ પર સેવાનું ઝનૂન સવાર થયું હતું. તેઓએ ગરીબ ગૃહિણીઓને પગભર કરવા સંકલ્પ કર્યો હતો. ધમધમતી ક્લિનિક ત્રણ વર્ષ પહેલા બંધ કરી મહિલાઓને આત્મનિર્ભર કરવા પ્રયાસો શરૂ કર્યા હતાં. તબીબે મહિલાઓ માટે નિશૂલ્ક સીલાઇ અને ફેશન ડિઝાઇનના ક્લાસો શરૂ કર્યા હતાં. આજે આ ક્લાસના માધ્યમથી સેંકડો ગૃહિણીઓ પગભર થઇને આજીવિકા મેળવી રહી છે.
ડેન્ટિસ્ટમાંથી ડિઝાઇનર બનનાર ડો. ભારતી વાઘજીયાણી મુળ વ્યવસાય છોડવા પાછળ પોતાની આજીવિકા મેળવવા કરતા ગૃહણીઓની આજીવિકા મેળવી શકે તે હેતું હોવાનું જણાવે છે. પતિ ડો. લાલજી વાઘજીયાણી (એમડી)ને મનની વાત કરતાં પતિના સંપૂર્ણ સહકારના કારણેથી આવતા સમયમાં મહિલાઓને વિવિધ ગૃહ ઉદ્યોગ અને હુન્નરના માધ્યમથી તેઓને પગભર કરી આજીવિકા પ્રાપ્તીના માર્ગ સરળ બને તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેવું ભાસ્કર સાથેની મુલાકાતમાં મહિલા તબીબે કહ્યું હતું. વધુ વિગત જણાવતાં આજના સમયમાં યુવાવર્ગ ખાણી-પીણી અને કપડાં પાછળ વધારે ખર્ચ કરે છે. મહિલા કે પુરુષ સુંદર દેખાવ માટે કપડાંને પ્રાધ્યાન્ય આપતાં હોય છે. ડિઝાનર કપડાંનો યુવાવર્ગમાં ભારે આકર્ષણ છે. તેથી હાલના સમયમાં ફેશન ડિઝાઇન થકી પાર્ટ ટાઇમ કામ કરીને પણ મહિલાઓ પગભર થઇ શકે છે તેથી આ બીડું ઉપાડયું હોવાનું ડો. ભારતીએ જણાવ્યું હતું.
10 વર્ષની પ્રેક્ટિસ બાદ સેવાના પંથે પ્રયાણ, પરિવારમાં 4 તબીબ
ડો. ભારતી વાઘજીયાણી દસ વર્ષ પ્રેક્ટીસ કર્યા બાદ હવે મહિલાઓને પગભર કરી રહ્યા છે. તેમના પતિ પણ ડોક્ટર છે. તો દિયર ડો. જગદિશ વાઘજીયાણી(એમબીબીએસ) અને દેરાણી ડો. રાશી વાઘજીયાણી (એમબીબીએસ) તબીબ છે. તમામ તબીબો સંયુક્ત પરિવારમાં રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..