સુરતના આ ડોક્ટર દર્દીને દવા નહીં પણ આપે છે લાફ્ટરના ડોઝ

‘સુરતમાં કુલ 21 લાફિંગ કલબ છે. અત્યાર સુધી આખી દુનિયામાં કુલ 20,000 થી વધુ લાફિંગ કલબ બન્યા છે. હસવાથી વ્યક્તિની 80 ટકા બિમારી દવા વગર સુધરી શકે છે. આજના યુગમાં દરેક માણસ સ્ટ્રેસમાં જીવે છે. જો વ્યક્તિ પોતાના ફેસ પર હંમેશા હાસ્ય રાખે તો વ્યક્તિ જ્યાં પણ હોવ ત્યાં પોતાના શરીરને 100 ટકા પોતાના કંટ્રોલમાં રાખી શકશે છે. એટલે મારા દરેદ દર્દીને જોક્સ કહીને સ્ટ્રેસ દૂર કરવાનું કામ કરું છું.’ જોક્સ કહીને દર્દીના સ્ટ્રેસને દૂર કરતાં ડો.ઈન્દ્રવદન શાહ શું કહે છે જાણો.

જો વ્યક્તિ ચહેરા પર હંમેશા હાસ્ય રાખે તો જ્યાં પણ હોય ત્યાં પોતાના શરીર પર 100 ટકા કંટ્રોલ રાખી શકે છે

મારા દરેક દર્દીઓને હંમેશા હસીને જ ટ્રીટમેન્ટ આપુ છું. તેનાથી તેમના મનને પણ શાંતિ થાય છે. કોઈ મોટી બિમારી હોય તો પણ દર્દી એવુ અનુભવે છે કે સામાન્ય બિમારી હશે. બિમાર દર્દીઓ સીરીયસ વાતાવરણ અનુભવે છે. તેને હળવુ કરવા માટે હું આ રીતે ટ્રીટમેન્ટ આપુ છું. દર્દીઓની ટ્રીટમેન્ટ કરતાં કરતાં તેમની બિમારી પ્રત્યેના જ જોકસ બનાવીને તેમને હસાવુ છું. જેના કારણે મારે ત્યાં દરેક દર્દીઓ હસતાં – હસતાં જ આવે છે. દરેક દર્દીઓ બિમારીમાં દર વખતે ફકત દવાઓના કારણે સારા થાય એવુ નથી હોતુ. જ્યાં સુધી તેમની બિમારી જાતે સારી થાય નહિ ત્યાં સુધી તેમને હસતા રાખવાના હોય છે.

વ્યક્તિની 80 ટકા બિમારી તેની જાતે જ દવા વગર સારી થતી હોય છે. તેમને ફકત દવા અને આપણા વર્તનથી સપોર્ટ આપવાનો હોય છે. હું દર્દીને મારા વર્તનથી એવો વિશ્વાસ અપાવું છું કે તેમની બિમારી સિરિયસ નથી. વ્યક્તિના શરીરમાં અમુક હોર્મોન્સ રહેલા હોય છે જે તમને ખુશ રાખવાનું કમ કરે છે. જેમ કે ડોપેમાઈન, એન્ડોરફીન, શિરોટોલીન નામના હોર્મોન રહેલો હોય છે. આ દરેક હોર્મોન તમારા શરીરને ખુશ રાખવાનું કામ કરે છે. જો આ હોર્મોનનું પ્રમાણ ઓછુ થાય તો વ્યક્તિ ડીપ્રેશનમાં આવી જાય છે. જે વ્યક્તિઓ કાયમ હસતા રહેતા હોય તેમના શરીરમાં આ હોર્મોન વારંવાર બનતા રહેતા હોય છે. જેના કારણે આવા વ્યક્તિઓને બિમારી થવાની શકયતા ઓછી રહે છે. સારી રીતે જીવવા માટે હંમેશા હસતાં રહો. જીવનમાં સ્ટ્રેસ એન્ટર થશે ત્યારે જિંદગીમાંથી ખુશીઓને છીનવી લેશે. દર્દીઓ હંમેશા ખુશ રહે તે માટે મારો પ્રયાસ એ હોય છે કે, દરેક લોકો હસતાં રહે. એટલાં માટે હું હંમેશા પ્રેક્ટિસ પણ હસતાં હસતાં જ કરું છુ.ં

-ડો. ઈન્દ્રવદન શાહ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો