કહેવાય છે ને કે જેને રામ રાખે એને કોણ ચાખે. આવી જ ઘટના અમદાવાદના દસકોઈના હુંકા ગામે બની છે. હુંકા ગામે વગડામાં રહેતા રૂડીબેનને ત્યાં ગત 13મી તારીખના રોજ આઠમી વખત પારણું બંધાયું હતું. અગાઉ તેમને 8 દીકરીઓ હતી અને આ વખતે વધુ એક દીકરી અને એક દીકરાનો જન્મ થયો છે. હુકા ગામનો આ ગરીબ પરિવાર બકરી ચરાવવાનો વ્યવસાય કરે છે.
રૂડીબહેને જણાવ્યું હતું કે તેમના પેટમાં દુખાવો ઉપડ્યો ત્યારે તેમણે અલગ-અલગ સરકારી અને ખાનગી દવાખાનાઓની મુલાકાત લીધી હતી. જોકે કેટલાકે ના પાડી તો કેટલાક સિઝેરિયન કરવાનું કહ્યું અને 30 થી 40 હજાર રૂપિયાનો ખર્ચ કહ્યો હતો. જે તેમને પોષાય તેમ નહોતો. હાલની વિકટ પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં જવું યોગ્ય ના લાગ્યું, તેથી તેમણે સિવિલ જવાનું માંડી વાળ્યું હતું. રૂપિયાના અભાવે ખાનગી હોસ્પિટલમાં પણ જવાનું માંડી વાળ્યું હતું અને પોતાના ઘરમાં જ ડિલિવરી કરાવાનું નક્કી કર્યું હતું.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
જોકે સ્થાનિક આશાવર્કર બહેને નરોડા ખાતે આવેલી અંકુર હોસ્પિટલના તબીબ ડોક્ટર મોહિલ પટેલનો સંપર્ક કરાવ્યો અને મોહન પટેલે રૂડી બહેનને પોતાની હોસ્પિટલમાં બોલાવ્યા અને સોનોગ્રાફી કરી અને તેમને કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. તમારી નોર્મલ ડિલિવરી થઈ શકશે. આ પછી રૂડી બહેનને ત્યાં જોડીયા જન્મ્યા હતા. જેમાં એક બેબી બોય અને બેબી ગર્લ હતી. બંને નોર્મલ ડિલિવરીથી જન્મ્યા હતા. ડોક્ટર મોહિલ પટેલે ગરીબ પરિવારમાંથી આવતા રૂડીબેન પાસે ચાર્જ પણ લીધો ન હતો અને ખાવાપીવાની વ્યવસ્થા પણ કરી આપી હતી. તેમના માટે ત્રણ મહિનાનું રાશન પણ કરાવી આપ્યું હતું.
રૂડીબેન અને તેમનો પરિવારે જણાવ્યું હતું કે અમારા માટે હાલની વિકટ પરિસ્થિતિમાં ડોક્ટર મોહિલ પટેલ ભગવાનનું રૂપ લઈને આવ્યાં હતા. અમારા પર આવેલી આફત તબીબ મોહિલ પટેલના કારણે ટળી છે અને રૂડીબેન અને તેમનો પરિવાર આજે પોતાના મોટા આઠ દીકરીઓના પરિવારમાં દીકરો સામેલ થતાં અને વિકટ પરિસ્થિતિમાંથી ઉગારનાર ડૉક્ટર મોહીલનો આભાર માન્યો હતો.
હુકા ગામના આશા વર્કર ભાવિકા વાળંદે જણાવ્યું હતું કે અમે સ્થાનિક phc અને chc સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. પરંતુ તેમને પણ કેસ હાથમાં લેવાની ના પાડી દીધી હતી. ખાનગી હોસ્પિટલો 30થી 40 હજારના ઉંચા બિલ બનાવી સિઝેરિયન કરવાનું કહ્યું હતું તેવા ખરા સમયે ડોક્ટર મોહિલ પટેલનો સંપર્ક થયો હતો અને મુશ્કેલી માંથી રૂડીબેન અને તેમનો પરિવાર બહાર નીકળી શક્યો હતો.
ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર મોહિલ પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રમિકોની મદદ કરવાનું કહ્યું હતું. ઉપરાંત રૂડી બહેનના પરિવારની પરિસ્થિતિ જોતા અમે તમને મદદ કરવાનું નક્કી કર્યું હતું. અમે તેમને મફત ડિલિવરી કરાવી આપી હતી. ઉપરાંત તેમની નબળી આર્થિક પરિસ્થિતિ જોતા અમે ત્રણ મહિનાનું રાશન પણ ભરાવી આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..