વર્ષમાં 333 દિવસ કામ કરે છે આ NRI પટેલ ડોક્ટર

જીવનમાં સફળ થવા માટે સખત પરિશ્રમ, પ્રામાણિકતા અને લોકોને રિસ્પેક્ટ આપવાની જરરૂ છે તેવુ માનવું છે ભારતીય મૂળના અમેરિકી ડોક્ટર ચિતરંજન પટેલના. ગ્લોબલ પાટિદાર સમિટ માટે ગાંધીનગર આવેલા ઇન્ટર્ન મેડિસિન એટલે કે ભારતમાં જેને કન્સલ્ટીંગ ફિઝિશિયન (એમડી) કહેવાય તેવા ડો.ચિતરંજન પટેલે તેમની ગુજરાતથી અમેરિકા સુધીની સફર અંગે વાતચીત કરી.

વામજના વતની

ડો.ચિતરંજન પટેલ અમદાવાદથી 22 કિલોમીટર દૂર આવેલા વામજ ગામના વતની છે. તે વખતના ઓલ્ડ એસએસસીમાં તેઓ સેન્ટર ફર્સ્ટ હતા અને વધુ અભ્યાસ માટે સેન્ટ ઝેવિયર્સમાં ભણવા ગયા. ત્યાર બાદ મેડિકલનો અભ્યાસ કરી તેમના મોટાભાઇ યુએસએ હોવાથી ત્યાં ગયા. અને લગભગ છેલ્લા 32 વર્ષથી અમેરિકામાં ડોકટર તરીકે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે તેઓ અઠવાડિયામાં 7 દિવસ અને વર્ષમાં 333 દિવસ કામ કરે છે. જ્યારે તેઓ શહેરની બહાર હોય છે ત્યારે જ પ્રેક્ટિસ બંધ હોય છે. ડો.ચિતરંજન પટેલનું કહેવું છે કે દેશની આર્થિક પ્રગતિ તો થઇ છે પરંતુ લોકોના નૈતિક ધોરણો નીચા ગયા છે. પટેલોની સફળતા અંગે તેમનું કહેવું છે કે એકબીજાને મદદ કરવાની ભાવનાથી જ પટેલો સફળ થયા છે.

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર