ઉનાળામાં ગરમીના કારણે તમને પણ પગમાં થાય છે પરસેવો તો કરો આ કામ, જાણો અને શેર કરો

ગરમીમાં શરીર પર પરસેવો થવો સામાન્ય વાત છે પરંતુ ઘણા લોકોને પગમાં વધારે પરસેવો થાય છે. વધારે પરસેવો થવો પણ એક પ્રકારની બીમારી હોય છે. જેનાથી સંક્રમણ પણ થઇ શકે છે. સાથે તેના કારણે પગમાં દુર્ગંધ આવવા લાગે છે. જેના કારણે તમારે અન્ય લોકોની સામે શરમ અનુભવવી નહીં પડે છે. એવામાં આજે અમે તમને કેટલીક ઘરેલું ટિપ્સ જણાવીશું જેનાથી તમારી દરેક સમસ્યા દૂર થશે.

લવેન્ડર ઓઇલ

લવેન્ડર ઓઇલમાં એન્ટી ફંગલ પ્રોપર્ટી હોય છે. જેનાથી ન માત્ર પરસેવો ઓછો થાય છે. પરંતુ તે ઇન્ફેક્શનથી પણ બચાવે છે. નવશેકા પાણીમાં 2-3 લવેન્ડર એસેન્સિઅલ ઓઇલ ઉમેરો અને તેમા 15-20 મિનિટ સુધી ડૂબાડી રાખો. થોડાક દિવસ આ ઉપાય કરવાતી તમને ફરક જોવા મળશે.

ફટકડી

ફટકડીમાં રહેલા એન્ટીસેપ્ટિક ગુણ પગમાંથી પરસેવો આવવાની સમસ્યાને દૂર કરે છે. સાથે જ તમને ફંગલ ઇન્ફેક્શનથી પણ બચાવે છે તેના માટે એક ચમચી ફટકડી પાવડરને નવશેકા પાણીમાં ઉમેરી તેમા 15-20 મિનિટ સુધી પગ ડૂબાડી રાખો. તેનાથી પગમાં પરસેવો અને દુર્ગંધ આવવાની સમસ્યા દૂર થઇ જાય છે.

મીઠાનું પાણી

એક ટબ નવશેકા પાણીમાં 5-7 ચમચી મીઠું ઉમેરીને પગને અડધા કલાક સુધી ડૂબાડી રાખો. પગને બહાર નીકાળ્યા બાદ એકદમથી લૂછો નહીં. જાતે જ તમારા પગને સૂકાવા દો. તે બાદ મોંજા પહેરો. મીઠાનું પાણી ત્વચાને સૂકી બનાવે છે અને પરસેવો થવાથી રોકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો