ગુજરાતની પોલીસે હવે વધારે દોડવું પડશે તેની પાછળનું કારણ એ છે કે એવા નેતાને ગૃહખાતું સોંપવામાં આવ્યું છે જેમનો મિજાજ આક્રમક છે. જો જરૂર લાગે તો તેઓ કોઇની પણ સામે થવામાં વાર નથી લગાડતા. આ નેતાનું નામ છે હર્ષ સંઘવી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
તેઓ સૌથી ઓછી વયે ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન બન્યા છે. તેમની પાસે સ્વતંત્ર હવાલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની પણ નજીક ગણાય છે. આ ઉપરાંત તેમની ઉપર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના ચાર હાથ છે. એટલે પોલીસ ખાતામાં હવે મોટાપાયે ફેરફારો આવે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે.
તેમના આક્રમક મિજાજનો પરચો પોલીસ ખાતાથી લઇને સિવિલના ડોક્ટરોને પણ થઇ ચૂક્યો છે. જો પોલીસની વાત કરીએ તો વર્ષ 2013માં જ્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે તેઓ રસ્તા પર ઉજવણી કરતા હતા. ત્યારે પ્રોબેશનર પીએસઆઇની ભાજપના કાર્યકરો સાથે બબાલ થઇ હતી.
ત્યારે કાર્યકરોનો પક્ષ લેવામાં હર્ષ સંઘવી પીએસઆઇની સામે થઇ ગયા હતા. આ ઘટનામાં તેમની સામે એફઆઇઆર પણ નોંધાઇ હતી. પરંતુ પાછળથી સમાધાન થઇ ગયું હતું. જોકે, તેમણે પોલીસ સાથે મળીને સારા કામ પણ કર્યા છે. પોલીસ સાથે મળીને તેમણે નાઇટ મેરેથોન કરીને કરીને શહેરમાં સીસીટીવી લગાવવામાં ફંડ ઉઘરાવવામાં ધારાસભ્ય તરીકે સક્રિય ભૂમિકા હતી, તેમ મેરેથોનના આયોજક ડેનીએ જણાવ્યું હતું.
હવે જો સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો એકવાર ધારાસભ્ય તરીકે રાઉન્ડ પર ગયેલા હર્ષ સંઘવીએ ત્યાંની ખરાબ હાલત જોઇને પિત્તો ગયો હતો. તેમણે કહ્યું હતું કે ટાંટિયા તોડી નાંખીશ. તો બીજી બાજુ આખા ગુજરાતમાં કોરોનાકાળમાં સૌથી પહેલા કોવિડકેર સેન્ટર શરૂ કરનારા હર્ષ સંઘવી જ હતા. જ્યારે રેમડિસિવિર ઇન્જેક્શનની વહેંચણીમાં પણ તેઓ જ ચાવીરૂપ હતા. જોકે આ મામલો હાઇકોર્ટમાં ગયો હતો.
હર્ષ સંઘવીની રાજકીય સફરની વાત કરીએ તો તેઓ વર્ષ 2012માં સુરતની મજૂરા વિધાનસભામાંથી હાઇએસ્ટ માર્જિન સાથે ધારાસભ્ય બન્યા હતા. ત્યારે તેમની ઉંમર 27 વર્ષની હતી. ત્યારે તેઓ ગુજરાતના સૌથી યુવાનવયના ધારાસભ્ય બન્યા હતા.
હવે તેઓ 36 વર્ષની ઉંમરે સૌથી યુવાન વયના મંત્રી બન્યા છે. તેઓ સંગઠન, સરકાર, સોશિયલ મીડિયા તમામે તમામ ફ્રન્ટ પર તેઓ સતત કામ કરી શકે છે. તેઓ સંગઠનમાં ભારતીય યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. દિલ્હીની વિદેશ નીતિને લગતી સરકારી સંશોધન સંસ્થામાં નીમાયેલા છે. તેઓ ઘણી મોટી ઇવેન્ટના આયોજનોમાં પણ ચાવીરૂપ ભૂમિકા નિભાવી ચૂક્યા છે. જેમાં સુપરસ્ટાર અક્ષયકુમારને સુરત બોલાવીને કાર્યક્રમ કરવાથી લઇને વડાપ્રધાનને આવકારવા માટે સુરતની અભૂતપૂર્વ રેલી અને યુએસએમાં હાઉડી મોદીના કાર્યક્રમમાં પણ તેમને ખાસ જવાબદારી સોપાઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..