કન્ડિશનર તમારા વાળને મુલાયમ અને ભેજ યુક્ત રાખવામાં મદદ કરે છે. બજારમાં અનેક પ્રકારના હેર કન્ડિશનર મળે છે. જેમા રહેલા કેમિકલ્સ તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. એવામાં તમે કુદરતી હોમમેડ કન્ડિશનરનો ઉપયોગ કરી શકો છો. આજે અમે તમારા માટે દૂધ અને કેળાનો ઉપયોગ કરી કન્ડિશનર બનાવી શકો છો.
દૂધ અને કેળા વાળને મુલાયમ અને સિલ્કી બનાવવામાં મદદ કરે છે. આ બન્ને પ્રાકૃતિક સામગ્રીથી વાળને રિપેર કરી શકાય છે અને વાળ ભરાવદાર પણ કરે છે. તે સિવાય તે વાળમાં ભેજ પ્રદાન કરે છે. તેમજ વાળમાં ગૂંચ પડવાથી પણ બચાવે છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય હોમમેડ કન્ડિશનર..
આ રીતે બનાવો કન્ડિશનર
એક પાકેલું કેળું લઇને તેને મશળી લો અને તેને દૂધમાં મિક્સ કરી લો. તેની ઘટ્ટ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળના મૂળમાં લગાવી લો. તેને 30 મિનિટ માટે લગાવી રાખો અને શોવર કેપ પહેરી શકો ચો. ત્યાર પછી વાળને હળવા ગરમ પાણીથી ધોઇ લો અને વાળને યોગ્ય રીતે શેમ્પુ કરી લો. વાળને જાતે જ સૂકાવવા દો. આ ઉપાય કરવાથી ખૂબ ફાયદો થશે.
જાણો તેના ફાયદા
– કેળા સ્કેલ્પને પોષણ આપે છે અને વાળમાં ચમક લાવવાનું કામ કરે છે.
– તે વાળમાંથી ખોડાની સમસ્યાને દૂર કરે છે.
– કેળામાં પૂરતા પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ હોય છે જે વાળને મુલાયમ અને સિલ્કી બનાવવામાં મદદ કરે છે.
– કેળા સૂરજની કિરણો અને પ્રદુષણના કારણે થતા બરછટ વાળ માટે પણ ફાયદાકારક છે.
– તે સિવાય દૂધ પણ વાળ માટે ફાયદાકારક હોય છે. દૂધમાં કેસિન રહેલા છે. જે વાળને પોષણ આપે છે.
– દૂધ વાળને ચમકદાર બનાવવાની કોશિશ કરે છે.
– દૂધ સ્કેલ્પમાં ખંજવાળ, ખોડો, ખરતા વાળ દરેક સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે.
– વાળમાંથી મૃત કોશિકાઓ દૂર કરવા માટે દૂધ ખૂબ ફાયદાકારક છે. તે વાળને મજબૂત રાખે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..