વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનથી પ્રેરિત થઈને ગાઝિયાબાદના કલેક્ટર અજય શંકર પાંડે પોતે જ પોતાની ઑફિસમાં ઝાડૂથી સફાઈ કરે છે. તેમણે મંગળવારે પોતે સફાઈ કરી પોતાની ઑફિસની બહાર બોર્ડ લગાવી દીધું કે, આ રૂમની સફાઈ હું પોતે કરું છું અને અનાવશ્યક રીતે તેને ગંદો કરી મારા કામનો ભાર ન વધારો.
કલેક્ટર કહે છે કે, તે અન્ય કર્મચારીઓ પાસેથી અપેક્ષા રાખે છે કે, તે સ્વચ્છતા પર ધ્યાન આપે. જોકે, આ તેમને આદેશ નથી. જો ઑફિસર કે કર્મચારી આવું કરે છે તો તે શુભેચ્છાને પાત્ર છે. તે સવારે 9 વાગ્યાથી લોકોને મળવાનું શરૂ કરે છે. આના માટે તે 10 મિનિટ વહેલા ઑફિસ પહોંચી સફાઈ કરે છે.
પોતે ઝાડૂ લગાવવા માટે ચર્ચિત છે જિલ્લા અધિકારી
ડીએમ અજય શંકર અગાઉ ગાઝિયાબાદ નગર કમિશનર અને CDO રહી ચૂક્યા છે. આ દરમિયાન ન માત્ર પોતાની ઑફિસમાં તેઓ પોતે ઝાડૂ લગાવતા હતા પણ તેમને મળવા આવનારા લોકોને રોજ 10 મિનિટ સ્વચ્છતાને ફાળવવાની સલાહ આપતા હતા. મુઝફ્ફરનગરમાં પણ કલેક્ટર પદ પર રહેતા તે પોતે સફાઈ કરવાનું બોર્ડ લગાવવાને કારણે આખા દેશમાં ચર્ચામાં આવ્યા હતા.
જાગૃતતા ફેલાવવા મળી ચૂક્યું છે સન્માન
અજય શંકરને સફાઈ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે પ્રદેશ સરકાર સ્વચ્છ શક્તિ સન્માનથી નવાઝી ચૂકી છે. તેમનું કહેવું છે કે, સફાઈકર્મીઓના ભરોસે જ સ્વચ્છતાનો પ્રયાસ પૂર્ણ રીતે સફળ ન થઈ શકે, તેના માટે સામાન્ય નાગરિકોએ પણ જાગૃત થવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.