મૂળ વડોદરાની 7 વર્ષીય દિયા પટેલને યુકેમાં તેના વયજૂથ માટે ગ્લોસ્ટેશર સ્ટેટ ચેમ્પિયનશિપનો અવોર્ડ આપવામાં આવ્યો છે. તેમજ સ્ટેટ ચેમ્પિયનશિપ મેગા ફાઇનલ્સમાં સૌથી વધુ પોઇન્ટસ મેળવવા બદલ તેને સુપ્રેમા એવોર્ડ એનાયત કરાયો હતો.
દિયા પટેલની માતા દિપલ પટેલ મૂળ વડોદરાનાં છે. દિયાને તેની માતા પાસેથી ગણિત અને વિશ્લેષણાત્મક વિચારસરણીમાં રૂચી લેવાનો વારસો મળ્યો છે. તેની માતા એક્ટયુઅરી વ્યવસાય કરે છે.
નાનપણથી ચેસમાં ઇન્ટરેસ્ટ હતો
દિયાએ 3 વર્ષની ઉંમરે ચેસ રમવાની શરૂઆત કરી હતી. શહેરનાં કેફે બિસ્ટ્રોમાં આવેલા ચેસનાં વિશાળ આઉટડોર ગાર્ડનમાં શતરંજનાં વિવિધ મોહરા અને ચાલ ચાલી રહેલા લોકોને જોઇ તેનામાં રમત શીખવા માટેનો ઉત્સાહ જાગ્યો હતો. ત્યારથી તેની શાળાએ પણ પોતાના ચેસ ક્લબમાં શામિલ કરી હતી.
વિશ્વની સૌથી મોટી ચેસ સપર્ધામાં પણ આગળ
ફેબ્રુઆરીમાં દિયાએ યુકેની ડેલેન્સી સ્કૂલમાં ચેસ ચેમ્પિયન ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જે વિશ્વની સૌથી મોટી ચેસ સ્પર્ધા છે. જેના પ્રથમ રાઉન્ડમાં 4 દેશનાં 40 હજાર બળકોએ ભાગ લીધો હતો. જેમાં દિયાએ ફ્લાઇંગ કલર્સ સાથે મેગા ફાઇનલ જીતીને સ્કોર મેળવ્યો હતો. તેમજ યુસેવન કેટેગરીમાં સારા સ્કોર મેળવવા બદલ તેને સુપ્રેમા એવોર્ડથી નવાજવામાં આવી હતી. તેની પસંદગી ગીગા ફાઇનલ્સ માટે કરાઇ હતી. જે યુકેમાં રાષ્ટ્રીય સ્તરે રમાતી ચેસ સ્પર્ધા છે.
આ પણ વાંચજો – અસમતળ જમીનમાં ટપક સિંચાઈ પદ્ધતિથી ખારેકની સફળતા પુર્વક ખેતી કરનાર જામનગરના સુરેશભાઈ સાવલિયા
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..