ડીસાના ખેડૂતએ કાંકરેજ અને ગીરની દેશી ગાયોનું પાલન કરી લોકોને દેશી ગાયનું પોતાના ફાર્મહાઉસ પર તબેલો બનાવી ગૌભક્તિ એજ જીવન મંત્રના ઉદ્દેશ સાથે લોકોને દેશી ગાયોનું દુધ, ઘી, અને ઘી ઉપયોગ કરવા માટેના લોકજાગૃતિની સાથે ગૌસેવાની શરૂઆત કરી છે. માત્ર એટલું જ નહી પરંતુ પોતાના ખેતરમાં રાસાયણિક ખાતર નો ઉપયોગ કરવાને બદલે તેઓ ગાયના ગૌમુત્ર અને છાણમાંથી બનતા સેન્દ્રીય ખાતર માંથી ઓર્ગેનિક ખેતી તરફ પ્રયાણ કર્યું છે.
ડીસાના આર.ટી.ઓ ચાર રસ્તા નજીક રહેતા મનસુખલાલ ગેલોત વેપારી અને ખેડુત છે. છેલ્લા દોઢ વર્ષથી ગીર અને કાંકરેજી દેશી ગાયોનું પાલન કરે છે. ગાયના નામ પણ આપી દીધા છે. કોઈનું ગોદાવરી તો કોઈનું સપના, જમના, રિદ્ધિ, સિદ્ધિ, ઝમકુ જેવા નામથી ગાયોને બોલાવે છે. તમામ ગીર અને કાંકરેજ જાતિની આ દેશી ગાયોને પૌષ્ટિક ખોરાક પણ આપવમાં આવે છે. ડીસા શહેરના બુદ્ધિજીવી લોકો પણ પ્રભાવિત થઈને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક દેશી ગાયનું દૂધ અને શુદ્ધ ઘીનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે.
મનસુખલાલ ગેલોત ઓર્ગેનિક ખેતીને જીવન મંત્ર બનાવી દીધો છે. ડીસાના આસપાસના ખેડૂતોએ રાસાયણિક ખાતરથી દૂર રહી બટાકાના વાવેતરમાં દવાનો દેશી ગૌમુત્રમાંથી જીવામુર્ત દવા બનાવી ઉપયોગ કરનાર ખેડૂતોને મબલખ બટાટાનું ઉત્પાદન થયું છે. મનસુખલાલે જણાવ્યું હતુંકે ” 27 વિઘા જમીનમાં બટાટા અને શકકરટેટીનું વાવેતર કર્યું છે. હાલ મારી પાસે 7 ગીરની ગાય અને 15 કાંકરેજી ગાય છે. તેઓ 5 ફેટનું દૂધ આપે છે. 22 ગાયોનું દૂધ અહીંથી લોકો આવીને લઈ જાય છે. ગાયોનું છાણ અને મૂત્રનું ખાતર બનાવી તેનું ખેતીમાં ઉપયોગ કરી ઓર્ગેનિક ખેતી કરીએ છીએ.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.