ફિલ્મને કારણે રાજકારણ ગરમાયું: ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિવેક અગ્નિહોત્રી ભારતમાં ગમે ત્યાં રહેશે અથવા પ્રવાસ કરશે ત્યારે તેમની જોડે CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના જવાનો સાથે રહેશે. ઉલ્લેખનીય છે કે કંગના રનૌતને પણ Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.

ફિલ્મને કારણે રાજકારણ ગરમાયું
વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની હિજરત પર આધારિત છે. ફિલ્મ જોઈને દર્શકો ઘણાં જ ઇમોશનલ થતાં જોવા મળ્યા છે. ભાજપ શાસિત રાજ્યમાં આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી છે અને ભાજપના નેતાઓ આ ફિલ્મ જોવાની અપીલ કરી રહ્યા છે. તો કેરળ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે આ ફિલ્મમાં તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી છે. ઘણાં લોકોએ આ ફિલ્મનો વિરોધ પણ કર્યો છે.

કયા કયા પ્રકારની સુરક્ષા આપવામાં આવે છે?
દેશમાં અલગ અલગ સ્તરે કેન્દ્રીય ગૃહ મંત્રાલાય સુરક્ષા આપતી હોય છે, જેમાં નેતાઓથી લઈને અન્ય VIP (વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન) પર જીવનું જોખમ હોય અથવા તો ધમકી મળતી હોય તો તેમને વિવિધ કેટેગરી એટલે કે X, Y, Z, Z+ લેવલની સુરક્ષા આપવામાં આવે છે. CRPF હાલમાં દેશના 117 લોકોને વિવિધ કેટેગરીમાં સુરક્ષા પૂરી પાડે છે.

X કેટેગરીમાં બે પોલીસ કર્મી, Y કેટેગરીમાં 8 જવાનો, Zમાં 22 NSG કમાન્ડો તથા Z+માં NSG કમાન્ડો સહિત 36 જવાન સુરક્ષામાં હોય છે. SPG લેવલની સુરક્ષા માત્ર વડાપ્રધાન પાસે હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો