મુળ વેરાવળના અને હાલ મહારાષ્ટ્રમાં રહેતા દિનેશભાઇનું અકસ્માતમાં મૃત્યુ થતા પરિવારે કર્યું અંગદાન.

મુળ વેરાવળના અને હાલ મહારાષ્ટ્રના પનવેલ માં રહેતા નાથાલાલ છગનલાલ કોટકના મોટા પુત્ર દિનેશભાઇ (ઉ.વ.53)નું આકસ્મિક અવસાન થતા તેમના પત્ની, બાળકો, ભાઇઓ સહીતના પરીવારજનોએ મૃતકના શરીરના અંગો જરૂરીયાતમંદ લોકોને આપવાની ઇચ્છા વ્યકત કરી હતી. જેને હોસ્પિટલના તબીબોએ સમર્થન આપી મૃતક દિનેશભાઇની બે કીડની અન્યોને આપેલ હતી. કોટક પરીવારના આ કાર્યથી સમાજ માટે સારૂ ઉદાહરણ આપેલ છે.


લીવર, કિડની તેમજ હૃદયનું અંગદાન કર્યું

મુળ વેરાવળના અને હાલ પનવેલ મહારાષ્ટ્રમાં સેકટર 10, નવી પનવેલમાં રહેતા અને કાપડ ડ્રેસ સામગ્રીનો વ્યવસાય કરતા શુભાંગી વાળા હરેશભાઇ નાથાલાલ કોટક ના મોટાભાઇ દિનેશભાઇ (ઉ.વ.53) ગત તા.19ને બુધવારે બોમ્બેમાં પોતાનાં ઘરે જતાં હતાં ત્યારે તેમને અકસ્માત નડયો હતો. અને માથાનાં ભાગે ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં સારવાર કારગત ન નિવડતા તેમનું મોત નિપજયું હતું.

અકસ્માત બાદ સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું.

દિનેશભાઇના મૃત્યુને યાદ રાખવાની ઇચ્છાથી તેમના ધર્મપત્ની પ્રતિભાબેન, પુત્રી શ્રધ્ધા, ખુશ્બુ, પુત્ર ઉમંગ તથા ભાઇઓ હરેશભાઇ, મનોજભાઇ સહીતના કોટક પરીવારે તેમના શરીરના મહત્વના અંગોને અન્ય જરૂરિયાતદારોને દાન આપવાનું નક્કી કર્યું હતું અને તેમનાં લીવર, કિડની તેમજ હૃદયને તબીબો દ્વારા સાંચવી રખાઇ બીજાને અંગદાન કરવામાં આવશે.

આજના અપાર અનિશ્ચિત્તતાઓથી ભરેલા સમયમાં અંગદાન કદાચ શ્રેષ્ઠ દાન છે, કારણ કે એ મર્યા પછી પણ જીવતા રહેવાનો અને એ રીતે બીજાના જીવનમાં પણ પ્રકાશ ફેલાવવાનો અનોખો અવસર આપે છે. દેહદાન કરીને આપણે આપણા અંગો સાથે અમર રહી શકીએ છીએ. સરવાળે કહીએ તો દેહદાન કરીને અમર બની શકાય છે. આવુજ આ કંઈક આ પરિવારે કરીને પોતાના સ્વજનને બીજાના શરીરમાં જીંવત કર્યા છે..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો