કચ્છની ડિમ્પલે UKમાં અપાવ્યું ભારતને ગૌરવ : ચેરિટી માટે કચ્છ આવેલા બાઇકર્સને કહ્યું વેલડ્ન

લંડન મધ્યે ગત મંગળવારે રાત્રે નેલ્સન મંડેલાના જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી
આ આયોજન દરમ્યાન યોજાયેલી ડિનર પાર્ટીમાં દક્ષિણ આફ્રિકા,અમેરિકા અને બ્રિટનની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી ખાસ કરીને કચ્છને ગૌરવ અપાવવા જેવી વાત એ છે કે આ આયોજનમાં મૂળ કચ્છની અને મિસ એશિયા યુ.કે. બનેલી ડિમ્પ્સ સેંઘાણીને એક માત્ર ભારતીય તરીકે ખાસ આમંત્રિત કરાઈ હતી. આ પ્રંસગે શ્રધાંજલિ સંદેશ આપતા નેલ્સન મંડેલાના પુસ્તકના સ્થાપક શ્રી એન.કે. કેરેમ દ્વારા House of Commons શીર્ષક હેઠળના આ પુસ્તકમાં બરાકઓબામા, સર પોલ મેકકાર્ટની સહિતના વિશ્વના કેટલાક આઇકોનિક લોકોના 700 હસ્તલિખિત મેસેજીસ આ પુસ્તકમાં છે એવા પુસ્તકમાં પ્રથમ ભારતીય મહિલા તરીકે ડિમ્પ્સ સેંઘાણીને પણ પોતાનો સંદેશ ઉમેરવાની તક મળી હતી જે ભારત સહિત કચ્છ માટે ગૌરવની વાત કહેવાય શ્રીમાન કેરેમે આ પુસ્તકનો ઉપયોગ કરી નેલ્સન મંડેલાના વારસાને વૈશ્વિક સ્તરે ગરીબો માટે ચૅરિટિ બોલ્સ રાખવાની યોજના બનાવી છે, જેમાં દિલ્હી અને મુંબઇનો પણ સમાવેશ કરાયો છે ચેરીટી બોલમાંથી એકત્ર થયેલા તમામ નાણાંનો ઉપયોગ વૈશ્વિક સ્તરે ગરીબ બાળકોનાં ઉત્થાન માટે કરાશે.

વિદેશમાં રહીને વતનની ચિંતા સેવતા લંડનના સેવાભાવીઓ દ્વારા જૂનાગઢ મધ્યે કાર્યરત inner joy foundation સંસ્થાએ તાજેતરમાંજ ચેરિટી માટે કરેલા આયોજનમાં લંડનથી આવેલા યુવાનોએ જૂનાગઢથી ભુજ બાઈક યાત્રા યોજીને ફંડ એકત્ર કર્યું હતું આ યાત્રા બાદ લંડનના કાર્લ્ટોન મધ્યે એકત્ર થયેલા સૌ બાઈક સવારોએ ગુજરાતમાં 400 કિ.મી.ની બાઇકની સવારીની ઉજવણી કરી હતી આ આયોજન બાદ અપંગ અને અનાથ બાળકો માટે એકત્ર થયેલા 60,000 પાઉન્ડ સંસ્થાને આપવાનો નિર્ણય કરાયો હતો આ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત મિસ એશિયા યુ.કે ડિમ્પ્સ સેંઘાણી તથા બ્રેન્ટના કાઉંસીલર મહમદ બટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રંસગે મૂળ કચ્છી એવી ડિમ્પ્સ સેંઘાણીએ આ આયોજનને બિરદાવીને દાતા અને સાહસવીરોના અભિગમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે મને આવા વતન પ્રેમને ઉજાગર કરતા કાર્યમાં આમંત્રિત કરી તેનું ગૌરવ છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર