ધોરાજીના નાના એવા મોટી પરબડી ગામની પુત્રીએ લંડનની ઓક્સફર્ડ યુનિ.માંથી ગાયનેકોલોજી વિષયમાં આનુવાંશિક જીનેટીક પ્રોબ્લેમ ઉપર પીએચડીની પદવી પ્રાપ્ત કરીને દેશ તેમજ ગામ અને સમાજનું નામ રોશન કર્યું છે. તેમજ માતાનું સ્વપ્ન પૂર્ણ કરવા પુત્રીની અથાગ મહેનત રંગ લાવી છે. આમ બેટી બચાવ બેટી પઢાવની ઉક્તિને સાર્થક કરી છે.
ધોરાજીના મોટી પરબડીના ધૃતિ બાબરીયાને લંડનની ઓકસફર્ડ યુનિવર્સીટી દ્વારા પીએચડીની ડિગ્રી અર્પણ કરવામાં આવી છે.
મોટી પરબડીના રહેવાશી અશોકભાઇ બાબરીયા પરિવાર ખૂબ જ મહેનતું પણ કુદરતની લીલા અપરમ પાર છે અને ૨૦૦૩માં અશોકભાઇ બાબરીયાનું અવસાન થતા તેમના પત્ની ઇન્દુબેન પર ૧ પુત્રી અને ૧ પુત્રના લાલન પોષણની મોટી જવાબદારી આવી. વિધવા ઇન્દુબેને સંકલ્પ કરેલ કે પોતાના બાળકોને ખૂબ ભણાવી કાંઇક નવું કરવાની ઇચ્છા હતી બાદમાં પોતાની પુત્રી ધૃતિ બાબરીયાએ ખૂબ જ મહેનત કરી રાજસ્થાન અભ્યાસ કરવા ગઇ બાદમાં તેને અનેક પરિક્ષાઓ પાસ કરી ત્યારે વિધવા માતાનું સ્વપ્ન પુરૂ કરવા ધૃતિએ બાયોટેકનોલોજીમાં બીટેક થયા પછી તે લંડનની ઓકસફર્ડ યુનિવર્સીટી જે વિશ્વમાં બેસ્ટ યુની.માં જેની નામના છે ત્યા તેને સ્કોલરશીપની પરિક્ષામાં ૧૦૦ % સ્કોલરશીપ મેળવી શકાય તે માટે પરીક્ષામાં પ્રથમ ક્રમે પાસ કરી લંડનની સરકારે ૧ કરોડ ૬૦ લાખ કરતા વધારેની સ્કોલરશીપ મેળવી ઓકસફર્ડ યુનિ.માં એમએસસી કરીને આગળ જતા વધુ મોટી સ્કોલરશીપ મેળવીને ગાયનેકોલોજી વિષયમાં આનુવાંશિક (વારસાગત) જીનેટીક પ્રોબ્લેમ ઉપર ડી.ફીલ એટલે કે પીએચડીનો અભ્યાસ કરી ધૃતિ બાબરીયાનું આ સંશોધન દેશ અને દુનિયામાં ખાસ કરીને માનવ જીવનની દિશાઓને વિસ્તારવામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે. કુ.ધૃતિ બાબરીયાનું આ ઉત્કૃષ્ટ કારકિર્દીને લીધે મોડી પરબડી બાબરીયા પરિવાર તેમજ દેશનું નામ લંડનમાં રોશન કરેલ છે.
આ તકે ધૃતિ બાબરીયાની માતાએ જણાવેલ કે, હું ભલે વિધવા રહી પણ પુત્રીને ખુબ જ ભણાવી લંડનમાં દેશ અને સમાજ અને ગુજરાતનું નામ રોશન કરેલ. લગભગ લંડનની ઓકસફર્ડ યુનિ.માં આ પ્રથમ ઘટના હશે કે વર્ષો પછી એક સામાન્ય ખેડૂત પરિવારની પુત્રી એ માનવજાતના કલ્યાણ માટે નવું સંશોધન કરી એક આધુનિક વિજ્ઞાનને નવા આયામ મળશે અને લંડન યુનિ.માં ભવ્યતા રીતે થોડા દિવસોમાં પીએચડીની ડીગ્રી અપાશે. થોડા સમયપુર્વે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ બેસ્ટ વુમનનો એવોર્ડ આપી સન્માનીત કરેલ અને બાદમાં તેની માતાજીનું પણ સન્માન કરેલ. બાદમાં લંડનની ઓકસફર્ડ યુનિ. લગભગ ૯૩૬ વર્ષ જૂની છે. જેમાં મહારાજા સર ભગવતસિંહજીએ પણ અભ્યાસ કરેલ અને બાદમાં ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિત અનેક ભારતની હસ્તીઓ ત્યાં અભ્યાસ કરી ચુકી છે. સૌરાષ્ટ્રની આ પ્રથમ દિકરી છે કે જેને ગાયનેકોલોજીસ્ટ વિભાગમાં પીએચડીની ડિગ્રી મેળવી તેની માતાનું પણ માદરે વતન ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામે પણ સન્માન કર્યુ હતુ.