ધ્રાંગધ્રા તાલુકાની ઉંચ જ્ઞાતીની યુવતીને પંજાબનો વિધર્મી યુવક ઇન્સ્ટાગ્રામના સંપર્કથી ફોસલાવી ધ્રાંગધ્રા કોલેજથી છુટયા બાદ ભગાડી ગયાની સીટી પોલીસને જાણ કરાતા પોલીસે ટેકનીકલ સોર્સની મદદથી ટ્રેસ કરી પંજાબ બોર્ડરથી પરત લાવતા પરીવારજનોએ રાહતનો સ્વાસ લીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હાલ સોશીયલ મીડીયાનો પોઝીટીવ કરતા નેગેટીવ કામ માટે વધારે ઉપયોગ થઇ રહયો છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાની યુવતી સાથે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધ્રાંગધ્રા તાલુકાની ઉંચ્ચ જ્ઞાતીની ધ્રાંગધ્રા કોલેજમાં અભ્યાસ કરતી કોલેજીયન યુવતી પોતાના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ વાપરતી હતી.જેના મારફતે યુવક સંપર્કમાં આવ્યો હતો.ત્યાર બાદ આ યુવતીના 18 વર્ષ પુર્ણ થતાની સાથે જ યુવતી ધ્રાંગધ્રા કોલેજથી પરીક્ષા આપી સીધી યુવક સાથે નાસી ગઇ હતી. આ ગંભીર બાબતની પરીવારજનો અને વિશ્વ હિન્દુ પરીષદની ટીમે ધ્રાંગધ્રા સીટી PI બી.એમ.દેસાઇ અને DySP રાજેન્દ્ર દેવધાને જાણ કરી હતી.
યુવતીને કોણ ભગાડી ગયુ એની કોઇને જાણ ન હોવાથી પોલીસે તાત્કાલીક સી.સી.કેમેરા અને યુવતીના મોબાઇલની કોલડીટેઇલ્સ કઢાવતા યુવતી કોઇ યુવક સાથે જતી દેખાઇ હતી અને કોલડીટેઇલ્સમાં પંજાબના કોઇ યુવકના સંપર્કમાં હોવાનુ જણાયુ હતુ. જેથી પોલીસે યુવતી સોશીયલ મીડીયામાં ઇન્સ્ટાગ્રામ વાપરતી હોવાની જાણ થતા એના મારફતે યુવક સંપર્કમાં આવ્યાનું અનુમાન લગાવાયુ હતુ.પોલીસે પંજાબના જે યુવક સાથે વાત કરતી હતી એનું લોકેશન કઢાવતા યુવક પંજાબ-કશ્મીર બોર્ડર ઉપર હોવાનું ખુલ્યુ હતુ.આ ગંભીર બાબતની એસ.પી.મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા ડીવાયએસપી દેવધા અને પી.આઇ.દેસાઇએ તાત્કાલીક પંજાબ પોલીસનો સંપર્ક કરી ધ્રાંગધ્રાથી સીટી પોલીસના અજીતસિંહ,મહોબતસિંહ અને લાલભા સહિતના પોલીસની ટીમને પંજાબ રવાના કર્યા હતા.ત્યાં જઇ પંજાબ પોલીસની મદદથી ધ્રાંગધ્રા તાલુકાની ઉંચ જ્ઞાતીની કોલેજીયન યુવતીને મેળવી લીધી હતી.યુવતીને ફોસલાવીને ભગાડી જનાર યુવક અહેમદ મહમદ હોવાનુ ખુલ્યુ હતુ અને યુવતી ઇન્સ્ટાગ્રામ મારફતે યુવકના સંપર્કમાં આવ્યાનું જણાવ્યુ હતુ.આમ ધ્રાંગધ્રા પોલીસની સતર્કતાથી ધ્રાંગધ્રાથી છેક પંજાબ-કશ્મીર બોર્ડર 1300 કિ.મી.દૂર વિધર્મી યુવકની ચુંગાલમાંથી છોડાવી લેતા પરીવારજનોએ રાહતનો સ્વાસ લઇ પોલીસનો આભાર માન્યો હતો.
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
હાલ યુવતીઓ પોતાના મોબાઇલમાં સોશીયલ મીડીયાનો ભરપૂર ઉપયોગ કરે છે પરંતુ વાલીઓ કોઇ ખાસ ધ્યાન આપતા હોતા નથી જેના કારણે આવા ઇન્સ્ટ્રાગામ જેવા માધ્યમથી યુવકોના સંપર્કમાં આવી યુવતીઓને ભગાડી જવાની અનેક ઘટનાઓ સામે આવી રહે છે જેથી વાલીઓ માટે આવા કિસ્સા લાલબતી સમાન છે.
ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ જણાવેલ કે દીકરી યુવાન થાય ત્યારે એના ઉપર વાલીઓની નજર હોવી જરૂરી છે અને વાલીઓની બેદરકારીના કારણે પણ ગંભીર કિસ્સા બનતા હોય છે જેથી વાલીઓએ સતર્કતા જાળવવી જોઇએ.
સગીરાને ભગાડી જનારના રીમાન્ડ મંજૂર
પાટડીના વાલેવડા ગામની સગીરાને બહુચરાજી નો યુવક ભગાડી ગયા બાદ સી.પી.આઇ.દેસાઇની ટીમે નળસરોવરથી બંન્નેને ઝડપી લઇ સુરેન્દ્રનગરની પોસ્કો કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના યુવકના રીમાન્ડ મંજૂર કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..