તાજેતર માં ન્યૂ દિલ્હી ખાતે તારીખ ૫ મી માર્ચ થી ૭ મી માર્ચ સુધી ભારત સરકાર ના કૃષિ મંત્રાલય નાં IARI ના દ્વારા રાખવામાં આવેલા પુસા કિસાન મેળા માં ભરૂચ જિલ્લા ના પાણેથા ગામના વતની યુવા ખેડૂત શ્રી ધીરેન્દ્ર કુમાર ભાનુભાઇ દેસાઈ ને નેશનલ લેવલ ના બે એવોર્ડ નીતિ આયોગ ના સભ્ય શ્રી રમેશ ચંદ પંત સર તથા ICAR ના ડિરેક્ટર જનરલ શ્રી મોહાપત્રા સર ના હાથે રોકડ રકમ આપી ને સન્માન કરવા મા આવ્યુ છે ICAR તરફ થી ઝોનલ એવોર્ડ ( ૫ રાજ્યો ) માંથી પસંદ કરી ને બાબુ જગજીવનરામ અભિનવ પુરસ્કાર અને રોકડ રકમ આપી ને સન્માન કરવા મા આવ્યુ હતું આ આગળ પણ તેઓ નેશનલ લેવલ ના ૫ અને સ્ટેટ લેવલ ના ૪ એવોર્ડ મેળવી ચૂક્યા છે.
તેઓ આખા ભારત ના ખેડૂતો માટે રાખવા મા આવેલી ખેડૂત ક્વિઝ કે જે ફક્ત ખેતી વિશે ના જ્ઞાન વિષય પર રાખવા મા આવેલી એ ક્વિઝ મા પણ ૨ નંબર મેળવી ને રોકડ રકમ અને એવોર્ડ મેળવી ચૂક્યા છે તેઓ મુખ્ય પાક કેળા નો કરે છે અને તેઓ કેળ ના પાક ને સૌથી ઓછા સમય માં ૨૬ મહિના ટૂંકા ગાળા માં વધુ વજન સાથે ૩ વાર નિકાસ લક્ષી કેળા નું ઉત્પાદાન કરે છે આ અગાઉ ગુજરાત સરકાર શ્રી તરફ થી રાજ્ય નો ખેતીવાડી વિભાગ દ્વારા આપતો સૌથી મોટો પુરસ્કાર શ્રી સરદાર પટેલ કૃષિ સંશોધન એવોર્ડ ૨૦૧૭ પણ મેળવી ચૂક્યા છે.
આ અગાઉ ફેબ્રુઆરી ૨૦૧૮ મા માનનીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્રમોદજી ના અધ્યક્ષતા મા રાખવા મા આવેલી નેશનલ કોન્ફરન્સ ખેડૂતો ની આવક ૨૦૨૨ સુધી મા કેવી રીતે ડબલ થાય તે વિષય પર રાખવા મા આવેલી હતી આ કોન્ફરન્સ મા પણ ગુજરાત માં થી આમંત્રિત કરી ને આ વિષય પર એમના વિચારો પ્રગટ કરવા માટે પણ એમને મોકો આપ્યો હતો..