ગુજરાતીમાં એક કહેવત છે અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી. એવા ઘણા લોકો છે જેમને આ કહેવત બંધ બેસે છે. ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે આપણ ને જે લાઈન નું નોલેજ હોય એમાં જ આપણે આગળ વધી શકીએ પણ આ વાત ને ખોટી સાબિત કરતા ઘણા કિસ્સાઓ બની ગયા છે એમાંના એક વ્યક્તિ ની સાહસિક જીવન સફર વિષે આજે આપણે જાણીએ.
ગુજરાત ના જૂનાગઢ માં એક ગરીબ ખેડૂત ને ત્યાં જન્મેલા એક એવા સાહસિક વ્યક્તિ ની સફર કે જેઓ આજે 500 કરોડ નું ટર્નઓવર કરતી કંપની ના માલિક છે.
સુરત ના જેઓને રતનટાટા કહે છે એવા સહજાનંદ ગ્રુપ ના માલિક ધીરજલાલ કોટડીયા. કોઇપણ ગુજરાતી હોય એની નસેનસ માં એક વેપારીવૃતિ અને સાહસિકતા વહેતી જ હોય. માથા પર દેવું કરી એમણે પોતાનું ભણતર પૂરું કર્યું અને એ દેવું ઉતારવા માટે તેઓ ચેન્નાઈ ગયા અને ત્યાં જઈ એક નાનકડી દુકાન કરી જેને તેઓએ સફળતા થી ચલાવી. પરંતુ તેમણે હંમેશા મનમાં એમ થતું કે આ મારી મંજિલ નથી એમને હજુ કૈક મોટું કરવું હતુ.
તેઓ પોતાના લગ્ન માટે જયારે સુરત આવ્યા ત્યારે તેમની બાઝ નજરે સુરત ના ટેક્સટાઈલ ઉધોગ ને પરખી લીધો અને એમણે થોડું રીસર્ચ કરતા ખબર પડી કે કાપડ બનાવવાની પ્રોસેસ માં ઘણુંખરું યાર્ન વેસ્ટ જાય છે બસ સીધી જ ચેન્નાઈ ની દુકાન એક પંડિત ને દાન માં આપી સુરત આવી ગયા. ઘણી મહેનત કર્યા પછી એક એવું ડિવાઈસ બનાવ્યું કે જેનાથી ટેક્સટાઈલ ઉધોગ માં યાર્ન ની બચત થવા લાગી.
આવી મહેનત અને લગની થી કામ કરતા વ્યક્તિ ની નજર થી વળી સુરત ની ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી કઈ રીતે બચી શકે. એમણે ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી તરફ પોતાની બાઝ નજર દોડાવી અને ડાયમંડ કટિંગ મશીન બનાવવાનું નક્કી કર્યું કે જે પહેલા વિદેશ થી મંગાવવામાં આવતી.
તેઓ જયારે એ મશીન જોવા માટે મુંબઈ ગયા તો ત્યાં એમને જોવા માટે મનાઈ કરવામાં આવી અને બસ મનોમન નક્કી કરી નાખ્યું કે “હવે તો ભારત માં હું મારી બનાવેલી મશીન વેચી ને જંપીશ” અને ગીતા માં લખ્યું છે ને કામ કરો ફળ ની આશા ના રાખો. મહેનત કરતા માણસ ને ભાગ્ય પણ એક દિવસ સાથ આપે અને એ ફરીવાર ધીરજલાલ એ સાબિત કરી દેખાડ્યું. લગભગ 80% ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી માં સહજાનંદ ગ્રુપ ની ડાયમન્ડ કટિંગ મશીન વપરાય છે અને બસ ત્યારપછી 1993 માં સહજાનંદ ગ્રુપ નો જનમ થયો.
દરેક ગુજરાતી વ્યાપારી ની એક ખાસીયત રહી છે કે તેઓ સમાજ કલ્યાણ માટે પણ ખુલ્લા તન મન અને ધન થી જોડાય છે. તેઓ એકવાર એક મેડીકલ પર ઉભા હતા અને ત્યાં એક માણસ દવા લેવા આવ્યો ઓન તેની પાસે પૈસા ઓછા પડ્યા. એ માણસ ની મજબુરી સાફ એના ચેહરા પર દેખાઈ આવતી હતી ધીરજલાલ એ એમને પૈસા તો આપ્યા પણ એ ગમગીન ચહેરો ભૂલી ના શક્યા. એમને મેડીકલ વાળા ને પૂછ્યું કે આટલો સામન્ય વ્યક્તિ આટલી મોંધી દવા શેના માટે ખરીદે છે એટલે દુકાનવાળા એ કહ્યું કે એના હદય માં સ્ટેન્ટ લગાડેલ હોય તો તેને આ દવા ની જરૂર પડે જ અને દવા તો દુર ની વાત રહી પણ એ જે સ્ટેન્ટ છે એ તો એના કરતા પણ ઘણું મોંધુ છે અને ત્યારે આ સ્ટેન્ટ બહાર ના દેશ માંથી મંગાવવામાં આવતી.
ત્યારબાદ ફરી ધીરજલાલ નું દિમાગ દોડ્યું અને મનોમન નક્કી કરી નાખ્યું કે હું આ સ્ટેન્ટ અહી જ બનાવીશ અને એકદમ સસ્તી કિંમત માં આપીશ. એમના અથાગ પરિશ્રમ થી સહજાનંદ ગ્રુપ દેશ ની સૌથી પહેલી ઘરેલું સ્ટેન્ટ બનાવતી કંપની બની.
હાલ સહજાનંદ ગ્રુપ આયુર્વેદિક દવાઓ પણ બનાવે છે અને દર વર્ષે આ ગ્રુપ નું ટર્નઓવર 500 કરોડ કરતા પણ વધારે હોય છે. તેઓ સફળ બીઝનેસમેન ની સાથે સાથે એક આધ્યાત્મિક વ્યક્તિ પણ છે કે જેઓએ અમેરિકા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર માં પોતાના પાંચ વર્ષ નો નીચોડ કહેતા એક તાર્કિક દ્રીષ્ટિકોણ થી આધ્યાત્મિકતા અને વિજ્ઞાન નો સંબંધ સમજાવ્યો.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ.