એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં BE ઇલેક્ટ્રિકલ એન્જીનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ધવલ કાળુભાઇ સાંગાણીએ એનર્ક્સિયા સોલર પેનલ તૈયાર કરી છે. હાલ માર્કેટમાં મળતી સોલર પેનલ કરતા અડધી કિંમતમાં આ સોલર પેનલ તૈયાર કરી શકાય છે. અને અત્યારે મળતી સોલર પેનલ કરતા ત્રીજા ભાગની જગ્યા જ રોકશે.
ધવલ સોલર પેનલની પેટન્ટ મેળવશે
ધવલ સાંગાણી અમરેલી જિલ્લાના ઊજળા ગામનો વતની છે અને પરિવાર સાથે સુરતમાં રહે છે. ધવલે ફોટોવોલ્ટેઇકના મટિરીયલમાં ફેરફાર કરીને વધુ ટકાઉ અને સસ્તી સોલર પેનલ બનાવી છે. પેનલની ઉપરના આવરણમાં પણ ઘણો ફેરફાર કર્યો છે. આ સોલર પેનલ 12 બાય 18ની સાઇઝમાં તૈયાર કરી છે. ધવલ આ સોલર પેનલની પેટન્ટ પણ મેળવશે. ધવલ સાંગાણી આ સોલર પેનલને આગામી 31 માર્ચના રોજ મુંબઇ ખાતે યોજાનારા ઇન્ડિયન સ્ટાર્ટઅપમાં રજૂ કરશે.
પુરતા સાધનોના અભાવે 8 મહિનામાં સોલર પેનલ તૈયાર થઇ
ધવલ સાંગાણીએ જણાવ્યું હતું કે, સોલર પેનલ તૈયાર કરતી વખતે મારી પાસે કેટલાક સાધનો ન હોવાથી તેને તૈયાર કરવામાં 8 મહિના જેટલો સમય લાગ્યો હતો. અને ખર્ચ પણ વધી ગયો હતો. પરંતુ વધારે માત્રામાં તેનું ઉત્પાદન કરવામાં આવે તો કોસ્ટીંગ ખુબ જ નીચુ આવી જશે.
લોકો સૂર્ય ઉર્જાનું મહત્વ અને ઉપયોગ સમજતા થયા છે
વધુમાં ધવલ સાંગાણીએ જણાવ્યું હતું કે, હવે ઘણા લોકો સૂર્ય ઉર્જાનું મહત્વ અને ઉપયોગ સમજતા થયા છે. પરંતુ સોલર પેનલ લગાવવાની જગ્યા, મોંઘી પેનલને કારણે લોકો હજુ દરેક વ્યક્તિ સોલર પેનલનો ઉપગોય કરતો નથી. પરંતુ મે તૈયાર કરેલી પ્લેટ માર્કેટમાં આવશે તો મોટાભાગની મુશ્કેલીઓ દૂર થઇ જશે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.