સંત કલાકાર અને કવિ ક્યારેય બની શકાતું નથી પરંતુ પૂર્વના સંગીત પ્રત્યેના લગાવ સાથે ધરતી પર જન્મતા હોઈ અને આવું જ કાઈ થયું એઇતિહાસિક વાતુ સાંભળવાનો શોખ ધરાવતા પટેલ સમાજના રાદડિયા પરિવાર ના નવ યુવાન હાસ્ય કલાકાર ધનશુખ ભાઈ રાદડિયા સાથે..
જેમના પિતા શ્રી વિનુભાઈ રાદડિયા અમદાવાદમાં આવેલ કાંકરિયા ખાતેના સ્વામીનારાયણ મંદિર માં સેવા કરતાં હોવાથી ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ તો ખરું જ પણ સાથે સાથે ધનશુખ ભાઈનો ગુજરાતના કલાકારો સાથે લગાવ… અને એજ લગાવ જાણે એમના માટે વ્યસન બની ગયો
સાંજ પડ્યે જો એક કલાકાર સાથે જ્ઞાન ગોષ્ઠિ ના કરે તો તેને ક્યાંય ચેન ના પડે અને એ જ સાહિત્યની પ્યાસ ધરાવતા ચાતક સમાં ધનસુખભાઈ ને જાણે સ્વાતિ બુંદ સમાં અમદાવાદ ના ખ્યાતનામ લોકસાહિત્યકાર ડો.રણજીતભાઈ વાંક મળ્યા અને ધારી લીધા ડો. વાંક સાહેબને ક્લાગુરુ.
ધીમે ધીમે આગળ વધતા ધનસુખભાઈ ના આ કલાકાર બનતા જીવનમાં હૂંફ આપી તેમાં તેજ પુરવા નું કામ કર્યું જાણીતા લોક સાહિત્યકાર અને કવિ જયેશભાઈ પ્રજાપતિ ઉર્ફ જયકવીએ. અને હાસ્ય સમ્રાટ હરિસિંહ સોલંકીએ પરિવાર માં તેમના જ મોટાભાઈ કલ્પેશભાઈ રાદડિયા નો પણ સાથ સહકાર મળતો હતો
અને બસ પછી તો હાસ્યની ગાડી ચાલી ટોપ ગેર માં…
કાયમ નિજાનંદ માં મસ્ત રહેતા ધનસુખભાઈ બીજાને પણ મસ્ત રીતે હસાવતા થયા અને ગુજરાત ને મળ્યા એક નવ યુવાન હાસ્ય કલાકાર- ધનસુખભાઈ રાદડિયા. mo- 94283 60765
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799