ધંધુકામાં ધાર્મિક પોસ્ટના વિવાદના કારણે કિશન ભરવાડ નામના હિન્દુ યુવકની વિધર્મીઓ દ્વારા સરેઆમ ગોળી મારીને હત્યાના બનાવ અંગે તપાસમાં રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. એવામાં આજે મૃતક કિશન ભરવાડે અગાઉ માફી માંગી હોવાનો જૂનો વીડિયો સામે આવ્યો છે.
હકીકતમાં મૃતક કિશને સોશિયલ મીડિયામાં ધાર્મિક પોસ્ટ શેર કર્યાં બાદ અન્ય સમાજના લોકો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. જે બાદ સમાધાન કરવામાં આવ્યું હતું. આ સમાધાનના ભાગરૂપે કિશને સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને માફી માંગી હતી. આ વીડિયોમાં કિશન કહી રહ્યો છે કે, મારા કારણે જો કોઈની લાગણી દુભાઈ હોય, તો હું તેમની માફી માંગુ છું. હું આ બદલ દીલગીર છું.
જણાવી દઈએ કે, ધંધુકામાં કિશન ભરવાડને શબ્બીર અને ઈમ્તિયાઝ નામના શખ્સોએ જાહેરમાં ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. કિશનની હત્યા પાછળ તેણે મહંમદ પયગંબર વિશે કરેલી ધાર્મિક ટિપ્પણી કારણભૂત હોવાનું સામે આવ્યું છે. આ બાબતે અગાઉ કિશન ભરવાડ વિરુદ્ધ ફરિયાદ પણ થઈ હતી. જે બાદ સમાધાન કરવામાં આવ્યું હોવા છતાં તેની હત્યા કરી દેવામાં આવી છે. કિશનની હત્યા પાછળ કેટલાક કટ્ટરપંથી અને જેહાદી તાકાતોનો હાથ હોવાનું સામે આવી રહ્યું છે. હાલ આ સમગ્ર કેસની તપાસ ATS કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..