વડોદરામાં મંદિર બહાર નોનવેજ ફેંકતા વિવાદ: 147 વર્ષ જૂના મંદિરના ગેટ પાસે ઈંડા-ડુંગળી, દારૂની બોટલો મૂકી જતા ભક્તોની લાગણી દુભાઈ, કાર્યવાહીની માંગ

વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક સ્વામિનાયારણ મંદિરના ગેટ પર કોઇ અજાણ્યા વ્યક્તિએ ઇંડા, ડુંગળી અને પાંઉ સહિત નોનવેજ વસ્તુઓ મુકી જતાં સંતો અને ભક્તોની લાગણી દુભાઇ છે. આ મામલે મંદિર દ્વારા વાડી પાલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે.

ઇંડા, બ્રેડ અને રસોડાનો કચરો ચાર થેલીમાં ભરીને નાખ્યા
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પ્રસાદીના સ્વામિનારાયણ મંદિરના પૂર્વ તરફના ગેટ પર કોઇ અજાણ્યો વ્યક્તિ આજે ઇંડા, ડુંગળી અને પાંઉ સહિતની નોનેવેજ વસ્તુઓ કોથળીમાં મુકી જતાં ભારે વિવાદ સર્જાયો છે. આ અંગે વાડી સ્વામિનારણ મંદિરના કોઠારી ઘનશ્યામ સ્વામીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે, વડતાલ દેશ ગાદીનું વડોદરા વાડી સ્વામિનાયણ સંપ્રદાયનું આ મંદિર આશરે 147 વર્ષથી સ્થાપિત છે. આ મંદિરની ચારે તરફ હાલમાં લઘુમતિ કોમની વસ્તી છે. પરંતુ અમારે મંદિર અને આજુબાજુના તમામ લોકો સાથે સારા સંબંધો છે. આજ રોજ મંદિરના ટાવરના મુખ્ય દરવાજામાં કોઇ વ્યક્તિ ઇંડા, બ્રેડ અને રસોડાનો કચરો ચાર થેલીમાં ભરીને નાખી ગયું છે. ત્યાં દારૂની બોટલ પણ છુટ્ટી પડી છે. જેથી સંતો તથા ભક્તોની લાગણી દુભાઇ છે.

ઘનશ્યામ સ્વામી કોઠારીએ જણાવ્યું છે કે, આ ઉપરાંત મહિલાઓના મંદિરની બહાર ભગવાનની મૂર્તિ છે ત્યાં લોકો પેશાબ કરે છે. તેમજ નો-પાર્કિંગ ઝોન હોવા છતાં વાહનો પાર્ક કરવામાં આવે છે અને પેશાબ કરે છે. તેમજ દિવાલ પાસે અભદ્ર વસ્તુઓ નાખવામાં આવે છે. જેથી આ અંગે કોમી વૈમન્સ્ય ન ફેલાય તે માટે આવા લોકો સામે પોલીસે કાર્યવાહી કરવી જોઇએ.

શાંતિ ડહોળવાનો પ્રયાસ
હરિભક્ત રૂપેશ સથવારાએ ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે, વાડી મંદિર પાસે અભક્ષ્ય વસ્તુઓ નાખી જે કૃત્ય કરવામાં આવ્યું છે તેનાથી ભક્તોની લાગણી દુભાઇ છે. કોઇએ આ વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. તેની સામે કડક કાર્યવાહી થવી જોઇએ.

મૂર્તિ પાસે લોકો પેશાબ કરે છે : કોઠારી સ્વામી
મહિલાઓના મંદિરની બહાર ભગવાનની મૂર્તિ છે, ત્યાં લોકો પેશાબ કરે છે. નો-પાર્કિંગ ઝોન હોવા છતાં વાહનો પાર્ક કરાય છે. દિવાલ પાસે અભદ્ર વસ્તુઓ નાખે છે. કોમી વૈમન્સ્ય ન ફેલાય તે માટે પોલીસે કાર્યવાહી કરવી જોઇએ.- ઘનશ્યામ સ્વામી, કોઠારી સ્વામી

કોઈ શખ્સે નાખ્યાં કે કૂતરાં ખેંચી લાવ્યા તેની તપાસ
મંદિરની સામે પ્લાસ્ટિકની કોથળીની અંદર ઇંડાના ફોતરાં મળી આવ્યા છે, કોઇ ઇસમે નાંખ્યા કે કૂતરુ ખેંચી લાવ્યું તે અંગેની તપાસ ચાલુ છે. હાલ 2 પોલીસ જવાનોને મંદિર પાસે બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવ્યા છે. -એસ.એચ. રાઠવા, પી.આઇ, વાડી પોલીસ સ્ટેશન

અસામાજિકો સામે કડક કાર્યવાહી કરો
વાડી મંદિર પાસે અભક્ષ્ય વસ્તુઓ નાખી જે કૃત્ય કરવામાં આવ્યું છે તેનાથી ભક્તોની લાગણી દુભાઇ છે. કોઇએ આ વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. તેની સામે કડક કાર્યવાહી થવી જોઇએ -રૂપેશ સથવારા, હરિભક્ત

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો