લોકસાહિત્યકાર અને કાર્યક્રમમાં વારંવાર ‘રાણો રાણાની રીતે’ બોલનાર દેવાયત ખવડે પાડોશીઓ વચ્ચેની માથાકૂટમાં ધોકા સાથે કૂદી પડી રૌફ જમાવ્યો હતો. રવિરત્ન પાર્કમાં રહેતા એક સરકારી કર્મચારી અને તેની સામે રહેતા ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટર વચ્ચે ઘણા સમયથી કાર પાર્કિંગ મુદે્ માથાકૂટ અને રકઝક ચાલતી હતી.
આ દરમિયાન બુધવારની મોડીરાત્રે કર્મચારીના ઓળખીતાઓ રવિરત્ન પાર્કમાં ધસી આવ્યા હતા અને કોન્ટ્રાક્ટરને બહાર બોલાવી રકઝક કરી હતી જેમાં બન્ને પક્ષે ગરમાગરમી થતાં વાત મારકૂટ સુધી પહોંચી હોવાનું લત્તાવાસીઓએ જણાવ્યું હતું.
આ ઝપાઝપીને કારણે તે જ વિસ્તારમાં રહેતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ પણ ધોકા સાથે કૂદી પડ્યા હતા. રહેવાસીઓના જણાવ્યા મુજબ ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટર દેવાયત ખવડના મિત્ર હોવાથી સામા પક્ષ સામે રૌફ જમાવ્યો હતો. જો કે આ મામલે પોલીસે મૌન સેવી લીધું હતું અને કંઈ જ બન્યં ન હોય તેવી વાતો કરી હતી પરંતુ ભાસ્કર પાસે ઘટનાનો ફોટો સત્યની સાબિતી આપી રહ્યો છે.
પબુભા પર દેવાયતે બનાવ્યો હતો વીડિયો
દેવાયત ખવડે પબુભાના વિરૂદ્ધમાં એક વીડિયો બનાવ્યો હતો. જેને લઇને દેવાયત ખવડને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. રાજભા કેર નામના શખ્સે મારી નાખવાની ધમકી આપી હતી. જોકે આ વીડિયો બાદ દેવાયત ખવડના સમર્થનમાં પણ કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
દેવાયત ખવડે પબુભા વિરૂદ્ધ વીડિયો બનાવતા રાજભા કેરે ધમકી આપતા કહ્યું હતું કે, દેવાયત ખવડ હું તને ચોખ્ખી ધમકી આપું છું. તુ દ્વારકા આવતો નહીં, હું જ તારુ મર્ડર કરીશ. નહીં તો મારે જીલ્લા જેલમાં જવું પડશે. પબુભા વિશે બોલવાનું રહેવા દો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..