ઉનાળુ વેકેશન દરમિયાન ગુજરાતમાં અનેક ફરવા લાયક સ્થળો છે. વડોદરા નજીક દેવ ડેમ પર આવેલો દેવ્સ કેમ્પ તેમાંથી જ એક છે. અહીંનું પાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓને આવવા માટે ખેંચે છે. દેવ ડેમની સુંદરતાને કારણે આ સ્થળ મનમોહક બની જાય છે.
દેવ ડેમના સાનિધ્યમાં આવેલું છે દેવ ઇકો ટુરિઝમ સેન્ટર
પંચમહાલ જિલ્લાના ઢોલીકુઇ ગામ નજીક દેવ ડેમ પાસે દેવ્સ ઇકો ટુરિઝમ સેન્ટર આવેલું છે. પ્રકૃતિના સાંનિધ્યમાં આવેલું આ સ્થળ વેકેશનમાં ફરવા જવા માટે બેસ્ટ ડેસ્ટીનેશન છે. વડોદરાથી 45 કિ.મી.ના અંતરે, અમદાવાદથી 149 કિ.મી.ના અંતરે અને સુરતથી 182 કિ.મી.ના અંતરે દેવ્સ કેમ્પ આવેલો છે. પાવાગઢનો ડુંગર અને દેવ ડેમ પ્રવાસીઓને અહીં સુધી ખેંચી લાવે છે. ગુજરાત ટુરીઝમના સપોર્ટથી અહીં પ્રવાસીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
દેવ ડેમના સાનિધ્યમાં આવેલા દેવ્સ કેમ્પમાં કઇ કઇ સુવિધાઓ છે..
રેઇન ફોરેસ્ટ બાથ, ઇકો ગો કાર્ટિંગ, ઝિપ લાઇન, બર્ડ એવિયરી, ટાયર ટમ્બલ, હાઇ રોપ એક્ટિવિટી, સફરિંગ વોલ, સ્ક્વાયર સ્કવૉબલ, સાયકલિંગ, સ્વિંમિંગ પૂલ અને ડ્યૂ બગ્ગી સહિતનો મજા તમે અહીં માણી શકો છો.
નાઇટ સ્ટે માટે લક્ઝુરિયસ ટેન્ટ અને જીઓ થર્મલ રૂમની પણ સુવિધા..
નાઇટ સ્ટે માટે લક્ઝુરિયસ ટેન્ટ અને જીઓ થર્મલ રૂમની પણ સુવિધા ઉપલબ્ધ છે. અને રાત્રી દરમિયાન જગંલ કુકિંગની મજા પણ તમે માણી શકો છો. અને અન્ય એક્ટિવીટી પણ કરાવવામાં આવે છે.
તસવીરોમાં નિહાળો દેવ્સ કેમ્પની સુંદરતા..
આ Shreenath Ji Eco Equa Pvt.Ltd અને Gujarat Forest Department નું ppp મોડલ દ્વારા જોઈન્ટ સાહસ છે.
Source:- Divyabhaskar