શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નશાની હાલતમાં પોલીસ વાનમાં જ રંગરેલિયા કરતો રંગેહાથ ઝડપાયો, લોકોએ કપડાં ઉતારી મેથીપાક ચખાડ્યો, ફુલેકું ફેરવ્યું

રાજકોટ ગ્રામ્યનાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અશ્વિન મકવાણા નશાની હાલતમાં ભાન ભૂલ્યો હતો. નાશની હાલતમાં જ પોલીસ વાનમાં એક યુવતી સાથે રંગરેલિયા કરતો સ્થાનિક લોકોના હાથે રંગેહાથ ઝડપાયો હતો. સ્થાનિક લોકોએ અશ્વિન મકવાણાનો રંગરેલિયા કરતો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. બાદમાં લોકોએ અશ્નિન મકવાણાનાં કપડાં ઉતારી મેથીપાક ચખાડી ગામમાં ફુલેકું ફેરવ્યું હતું. આ બનાવથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. હાલ ખાખીના નામે કલંક ગણાતા પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

સ્થાનિક લોકો સાથે ગરવર્તન કર્યું
કોટડાસાંગાણી તાલુકાનાં શાપર-વેરાવળ ગામથી ઢોલરા રોડ ઉપર હેડ કોન્સ્ટેબલ દારૂના નશાની હાલતમાં રંગરેલીયા કરતો હતો. આથી સ્થાનિક લોકોએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. બાદમાં લોકો માર મારતા હતા અને ફુલેકું ફેરવી રહ્યાં હતા ત્યારે પોલીસ સ્ટેશનના PI દોડી આવ્યા હતા. PIએ સ્થાનિકો લોકોના મોબાઇલ જપ્ત કરી લીધા હતા. આથી લોકો રોષે ભરાયા હતા. સ્થાનિક લોકો સાથે શાપર-વેરાવળ પોલીસે ગેરવર્તન કર્યું હતું.

હેડ કોન્સ્ટેબલ પટ્ટો કાઢી લોકોને મારવા દોડ્યો હતો
સ્થાનિક લોકોએ રંગરેલીયા કરતા હેડ કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપ્યો ત્યારે તે પટ્ટો ઉતારી લોકોને મારવા દોડ્યો હતો. પીધેલી હાલતમાં અશ્વિન મકવાણાને બચાવવા સ્થાનિક પોલીસે પણ પ્રયાસ કર્યો હતો. જોકે ગ્રામજનોએ અશ્વિન મકવાણાની લીલા પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી.

આ બનાવ અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા (SP)એ જણાવ્યું હતું કે, હાલ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે. આજે સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર થયે જ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા સુધીનાં પગલા ભરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ખાખીના નામે કલંક ગણાતા પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

પ્રેમિકાએ જમાદારને પોતાનો પતિ ગણાવી બચવા પ્રયાસ કર્યો
અશ્વિનની નાઈટ ડ્યૂટી હતી અને તેને સેકન્ડ મોબાઈલની ફરજ પર મુકાયો હતો. લોધિકામાં એક એ.ડી. હોવાથી તે રાત્રે ડ્રાઈવર સાથે ત્યાં ગયો હતો. સવારે 5 વાગ્યે શાપર પોલીસ સ્ટેશને જીપ પડી હતી અને ડ્રાઈવરની ડ્યૂટી પૂરી થવાની હતી ત્યાં અશ્વિને ડ્રાઈવર પાસેથી જીપની ચાવી માગી હતી અને એકલો જીપ લઈ ગયો હતો. એસપી બલરામ મીણાના જણાવ્યા અનુસાર વાહન ફક્ત ડ્રાઈવરને ચલાવવાનું હોય છે અંગત કામો માટે પોલીસ વાનનો ઉપયોગ કરવાની સ્પષ્ટ મનાઈ હતી.

અશ્વિનની હરકતો બાદ સાસરિયાંઓ તેની પુત્રીનો સામાન લઇને જ સ્થળ પર પહોંચ્યા
અશ્વિનની હરકતોની તેની પત્નીને જાણ થતા તેણે પોતાના પરિવારને બોલાવ્યો હતો. તેની બહેન આવી હતી અને કપડાં પેક કરીને થેલો લઈને જ સ્થળ પર પહોંચી હતી અને પરિવારે સંબંધ તોડી નાંખી અશ્વિનની બૂરી વલે કરવાનું કહ્યું હતું. જ્યારે તેની સાથે પકડાયેલી યુવતીના પરિવારજનોને પણ જાણ કરાઈ હતી જોકે તેના કોઇ સગા સ્થળ પર આવ્યા ન હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો