એનઆરજી ડેસ્ક: મોંઘા અને લક્ઝૂરિયલ વ્હિકલ તો ઠીક પણ તેના મનપસંદ નંબરનો ક્રેઝ પણ ગુજરાતીઓમાં જાણીતો છે. વ્હિકલ ઉપરાંત પોતાના મનપસંદ મોબાઈલ નંબર મેળવવા માટે તેઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે, પછી એ ગુજરાત હોય કે વિદેશ પણ ગુજરાતીઓના શોખ બદલાતા નથી. વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર મેળવવા તલપાપડ હોય છે. અમે આજે વિદેશમાં વસતા આવા જ કેટલાક ગુજરાતીઓની કાર્સના નંબર વિશે જણાવી રહ્યા છીએ. જેઓ કાર્સના મનપસંદ નંબરને લઈને ક્રેઝી છે.
યુકેમાં પ્રાઈવેટ નંબર પ્લેટ બનાવતી કંપની સ્પીડી રજીસ્ટ્રેશને આ નંબર્સ PATEL 3 ઈશ્યૂ કર્યો હતો. કારના માલિકનું નામ જાણી શકાયું નથી. ‘નચ લે લંડન’ નામની બોલિવૂડ મૂવીમાં આ કાર દેખાય હતી.
ઓસ્ટ્રેલિયન સ્ટેટ વિક્ટોરીયાની એક કારનો નંબર SPATEL તરીકે રજિસ્ટ્રેશન થયેલો છે
વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર મેળવવા તલપાપડ હોય છે
USના રસ્તા પર ખેંચેલી આ તસવીર કોઈ ફેને 2013માં અમિતાભ બચ્ચનને મોકલી હતી.આ કાર કોઈ ગુજરાતીની છે કે કેમ તેની માહિતી પ્રાપ્ય નથી.
સેમસંગના ગ્લોબલ વાઈસ પ્રેસિડન્ટ અને મૂળ પાલનુપરના પ્રણવ મિસ્ત્રીએ 2015માં ‘એસ્ટોન માર્ટીન ડીબી9’ કાર ખરીદી હતી. જેની નંબર પ્લેટમાં તેમણે પોતાના વતન PALANPUR એમ લખાવ્યું છે.
ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી જીતેન પટેલ બોલિવૂડ એક્ટર સલમાન ખાનનો મોટો ફૅન છે. તેણે પોતાની કારનું રજીસ્ટ્રેશન BEINGHUMN (beinghuman નામથી સલમાન કેમ્પેઈન ચલાવે છે) નામથી કરાવ્યું છે.
મૂળ આદિપુરના અને ન્યુજર્સીમાં રહેતા અહુજા પરિવારના ભરત અહુજાએ પોતાની હોન્ડા કંપનીની કારનો નંબર પોતાની સરનેમ AHUJAS તરીકે પસંદ કર્યો છે.
કેલિફોર્નિયા ખાતે રહેતા મૂળ ગુજરાતી અમિષ પટેલે પોતાની રેન્જ રોવર કારનો નંબર પોતાના નામ AMISH લખાવ્યો છે.
આફ્રિકાના 27માં અને યુગાન્ડાના પહેલા સૌથી ધનિક વ્યક્તિ સુધીર રૂપારેલીયા પોતાની એક કારનો નંબર પોતાના અને પોતાની સરનેમના પહેલા અક્ષર તરીકે SR પસંદ કર્યો છે.
અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા આઇટી મેનેજર અરૂણ અય્યાગારી વડાપ્રધાન મોદીના ચાહક છે. તેમણે પોતાની BMW કારની નંબર પ્લેટ પર MODI PM નામથી નોંધણી કરાવી છે.
યુકેમાં Ambe Medical Groupના ગુજરાતી માલિક સંદિપ પટેલે પોતાની પોર્શે કારનો નંબર કંપનીના નામ પ્રમાણે 4 MBE (Ambe) રજીસ્ટેશન કરાવ્યું છે.
વર્જિનીયાની એક કારનો નંબર BAADSHAના નામે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યો છે, કારના માલિક વિશેની માહિતી મળી શકી નથી.
કેલિફોર્નિયાની એક કારનો નંબર KEVAL 1 છે, જો કે કારના માલિક વિશેની માહિતી પ્રાપ્ય નથી.
કેલિફોર્નિયાનીમાં એક બીએમડબલ્યુ કારનો નંબર 4MAHRAJ તરીકે રજિસ્ટ્રેશન થયેલો છે.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ.