દિલ્હીમાં રાફડો ફાટ્યો, એક જ પરિવારના 31 લોકોને કોરોના પોઝિટિવ! દેશમાં દરેક જગ્યાએ એની જ ચર્ચા

દિલ્હીના જહાંગીરપુરીમા કોરોના વાયરસના કેસ ખુબ જ વધી રહ્યા છે. હજુ પણ થોભવાનું નામ નથી લઈ રહ્યો. પરંતુ શનિવારે એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વિસ્તારમાં સી બ્લોકમાં એક જ પરિવારના 31 લોકોને કોરોના પોઝિટીવ આવ્યો છે. હાલમાં અધિકારીઓએ બધા જ લોકોને નરેલામાં આવેલા ક્વોરંટાઈન સેન્ટરમાં મોકલી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બધા જ પીડિત એક કોરોનાગ્રસ્ત મહિલાના સંપર્કમાં આવ્યા હતા. કેટલાક દિવસ પહેલાં જ મહિલાનું મોત થયું હતું. હાલમાં જહાંગીપુરના સી બ્લોક અને બી બ્લોકને સીલ જોનમાં નાખી દીધા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

જહાંગીરપુરીમાં સી બ્લોકમાં રહેનાર 45 વર્ષની એક મહિલા રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ભરતી હતી. ત્યાં તેનો કોરોના તપાસના નમુના લેવામાં આવ્યા. પરંતુ રિપોર્ટ આવે એ પહેલા જ તે મહિલાનું મોત થઈ ગયું. 8 એપ્રિલે મહિલાનો રિપોર્ટ આવ્યો. તેમાં પોઝિટીવ આવતા તેના સંપર્કમાં આવેલા બધાને ચેકિંગ માટે બોલાવવામાં આવ્યા. ત્યારબાદ આખા સી બ્લોકને જ સીલ કરી નાંખ્યો. બતાવવામાં આવ્યું કે, સી બ્લોકના 82 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 31 લોકોને કોરોના પોઝિટીવ આવ્યો.

જહાંગીરપુરીના સી બ્લોકમાં કોરોનાના 31 કેસ સામે આવતા તંત્રમા પણ દોડધામ મચી ગઈ હતી. જો કે જ્યારે 4 કેસ આવ્યા ત્યારથી જ આ બ્લોકને સીલ કરી નાંખવામાં આવ્યો હતો. ત્યારબાદ બધાની તપાસ થઈ રહી છે. હજુ આ વિસ્તારમાંથી ઘણાના રિપોર્ટ આવવાના પણ બાકી છે.

તંત્રએ કરી ખાતરી

ઉત્તર દિલ્હીના જિલ્લા મેજિસ્ટ્રેટ દીપક શિંદેએ જણાવ્યું હતું કે જહાંગીરપુરીના બ્લોક સીમાં કોરોના વાયરસના 31 નવા કેસ નોંધાયા છે. આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ લોકો એક મહિલાના પરિવાર સાથે સંબંધિત છે જે કોરોનાનો ભોગ બની હતી.

દિલ્હીમાં હાલમાં ચિંતાજનક છે સ્થિતિ

રાજધાનીમાં અત્યાર સુધીમાં કુલ 2000થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શુક્રવારે 67 દર્દીઓ આવ્યા હતા. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધીમાં 42 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, 1000થી વધુ દર્દીઓ હજી પણ હોસ્પિટલમાં દાખલ છે. 27 દર્દીઓને આઇસીયુમાં મૂકવામાં આવ્યા છે જ્યારે 6 ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો