મહેસાણાની 33 વર્ષના દીપિકા પટેલના નામે એક અનોખો રેકોર્ડ છે. 2016થી માંડીને છેલ્લા ત્રણ વર્ષથી સતત તેઓ વર્ષની 700 જેટલી ડિલીવરી કરાવે છે. અપરિણિત દીપિકા મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા મેડા અદરજ ગામમાં ઓક્ઝિલરી નર્સ મિડવાઈફરી (ANM) તરીકે કામ કરે છે. તેમણે સાત વર્ષ પહેલા પોતાની કારકિર્દી વિજાપુરથી શરૂ કરી હતી. પાંચ વર્ષ પહેલા તેમની ટ્રાન્સફર અદરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મિડવાઈફ તરીકે કરવામાં આવી હતી. તેમણે મહામહેનતે ગામની સ્ત્રીઓને ઘરે બાળકને જન્મ આપવાના બદલે આરોગ્ય કેન્દ્રમાં ડિલીવરી માટે આવવા મનાવી જેનાથી સુવાવડમાં માતાના મૃત્યુનો દર ઘટાડી શકાય.
એકલે હાથે કર્યું મોટું કામઃ
આ ભગીરથ કામ માટે તેમણે ગામડેગામ ફરીફરીને સ્ત્રીઓને સમજાવી. તેમણે કહ્યું, “મારા માતા-પિતાએ મને સમાજની સેવા કરવાના સંસ્કાર આપ્યા છે. આથી મેં નર્સિંગમાં ડિપ્લોમા કર્યા બાદ ANM બનવાનું નક્કી કર્યું. આથી હું એવી ડિલીવરી કરાવી શકું છું જેને કારણે માતા અને બાળક બંને સુરક્ષિત રહી શકે છે.” તેમના પ્રયત્નોને કારણે મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરના 60 જેટલા ગામની સ્ત્રીઓ ડિલીવરી માટે મેડા અદરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવવા માંડી છે.
દીકરીના મા-બાપનું કાઉન્સેલિંગ પણ કરે છેઃ
આરોગ્ય કેન્દ્રના ડો. નિલેષ પટેલે જણાવ્યું, “દિપીકા સ્ત્રીઓને સમજાવવામાં સફળ રહી છે એટલે જ અહીંથી 60 કિ.મી દૂર આવેલા સાણંદથી પણ મહિલાઓ અહીં ડિલીવરી કરાવવા આવે છે.” દિપીકા માત્ર ANM જ નથી, પણ બાળકીના જન્મથી હતાશ થઈ ગયેલા મા-બાપને સમજાવતા કાઉન્સેલર પણ છે. તેઓ જણાવે છે, “ઘણીવાર ચાર અને પાંચ દીકરીઓના જન્મ બાદ વાલીઓ હતાશ થઈ જાય છે. આથી હું તેમને દીકરીઓના મહત્વ વિષે સમજાવું છે. અમારા કેન્દ્રમાંથી નીકળતી વખતે તેઓ ખરેખર ખુશ થઈને જાય છે.”
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.