જનતા રાજનું સંગઠન બનાવીને રાજ્યમાં લોકોના પ્રશ્નોને વાચા આપનાર અને અન્યાય સામે અવાજ ઉઠાવનારા મયુર જોષીનું અવસાન

રાજ્યમાં લોકોને પ્રશ્નોને વાચા આપતા અને અન્યાય સામે અવાજ ઉઠાવનારા જનતા રાજ સંગઠનના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ મયુર જોષીનું અવસાન થયું છે. મયુર જોષી MJTV નામના ફેસબૂક પેજના માધ્યમથી લોકોના પ્રશ્નોને ઉઠાવતા હતા અને તેઓ સરકારી અધિકારીઓની ગેરરીતી અને બેદરકારી ભરી કામગીરીનો પર્દાફાશ કરીને સરકારી તંત્રની પાસેથી કામ કઢાવતા હતા. તેમને ગુજરાતના અલગ-અલગ શહેરોમાં જનતાના અવાજના ઉઠાવવા માટે અને સરકારી અધિકારીઓ કે કર્મચારીઓની ગેરરિતી સામે લડવા માટે જનતા રાજ સંગઠનની રચના કરી હતી.

જનતા રાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મયુર જોષીની તબિયત એકાએક ખરાબ થઇ ગઈ હતી. તેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા વડોદરાની ગ્લોબલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન મયુર જોષીને હાર્ટએટેક આવતા તેને હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોના અવાજ ઉઠાવનારા અને આળશું અધિકારીઓની પોલ છતી કરનારા મયુર જોષીને અવસાનના કરને લોકોમાં દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે.

તેમને અંતિમ વીડિયોમાં દરેક જિલ્લામાં 1 હજાર કાર્યકર્તાઓનું સંગઠન બનાવવાનું જણાવ્યું હતું. પણ તેમની આ ઈચ્છા પૂર્ણ થાય તે પહેલા જ તેમનું અવસાન થયું. આજે તેમની જાહેરસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પરંતુ સભાને સંબોધન કરે તે પહેલા મયુર જોષીએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

અમૂક કલાકો પહેલા જ મયુર જોષીએ ફેસબૂક પર લાઈવ વીડિયોમાં તેની વ્યથા જણાવી હતી. લોકોને જનતા રાજમાં જોડાવાની અને સહકાર આપવા માટેની અપીલ કરી હતી. મયુર જોષીએ તેના અંતિમ વીડિયોમાં જણાવ્યું હતું કે, આપણે એ વસ્તુંમાં ટેવાય ગયા છીએ કે જે વ્યક્તિ કામ કરવા માટે નીકળે તેને સાથ સહકાર આપવો નહીં. તેના માટે કોમેન્ટ પાસ આઉટ કરવાની. મારાથી કદાચ કોઈનો ફોન ઉપાડવામાં વાર લાગી જાય તો અથવા તો જવાબ આપવામાં 48 કલાક થઇ જાય તો એ કહે કે તમે કશું કરતા નથી મોટી-મોટી ડંફાસો કરો છો. મેસેજનો રીપ્લાય આપતા નથી.

મયુર જોષીમાં કઈ એવી કુદરતી શક્તિ છે કે, જે કામ મયુર જોષી કરી શકે છે તે તમે નથી કરી શકતા. મારો જન્મ પણ 9 મહિના પછી થયો છે તમારો જન્મ પણ 9 મહિના પછી થયો છે. હું પણ જે ખાવાનું છે તે ખાવ છું અને તમે પણ ખાવ છો. એટલે કોઈ એવી વસ્તુ નથી કે જે હું કરી શકું છું અને તમે નથી કરી શકતા. આની પાછળ એક જ વસ્તુ જવાબદાર છે આળસ અને બીજા પર નિર્ભરતા. આપણે કઈ નથી કરવું પણ જે વ્યક્તિ કઈ કરે છે તે વ્યક્તિ આપણને સુટેબલ થાય તો ભલે નહીંતર તેની સામે બોલવાની શરૂઆત કરી દેવાની. કોઈ મારા વિરુદ્ધ બોલ્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો