દીકરીને છે મેજર થેલિસિમિયા, પતિએ છૂટાછેડા આપી દીધા, મહિલાએ હાર ન માની અને યૂ-ટ્યૂબ ચેનલ શરૂ કરી, 1.28 લાખ સબસ્ક્રાઈબર

અમદાવાદ : દીકરીને મેજર થેલેસેમિયા છે એ જાણીને પિતાએ માતા અને દીકરીને તરછોડી દીધાં. દિકરીની સારવાર કરાવવા માટે ધો. 10 સુધી ભણેલી માતાએ યુ-ટ્યુબ ચેનલ શરૂ કરી. જેમાં માત્ર એક વર્ષમાં 1.28 લાખ સબસ્ક્રાઇબર થયા. અત્યાર સુધીમાં 154 વિડિયો અપલોડ કર્યા છે. સમાજમાં બનતી ઘટનાઓ પર વિડિયો બનાવે છે. તમામ વિડિયો મળીને કુલ 63 લાખ વ્યૂઅર્સ છે.

મારી મમ્મીએ મને કહ્યું છે કે, ‘જિંદગીમાં ક્યારેય હાર માનવી નહીં, જે બાળકો હાર માની લે છે તેમના માટે પ્રેરણા બનવા માંગુ છું’

હું ક્યારેય હાર માનતી નથી, તમે પણ હાર માનશો નહીં

10 વર્ષની રિદ્ધી ચૌહાણ કહે છે કે, હું ત્રણ વર્ષની છું ત્યારથી મને દર 25 દિવસે લોહીની બોટલ ચડાવવામાં આવે છે. મને ખબર છે કે મને જે બિમારી છે તેની સાથે મારે જિંદગીભર લડવાનું છે. મારી મમ્મીએ મને કહ્યું છે કે, ‘જિંદગીમાં ક્યારેય હાર માનવી નહીં. જે બાળકો હાર માની જાય છે તેમના માટે પ્રેરણા બનવા માંગુ છું. મારા મમ્મી મને ઘરે જ ભણાવે છે. દરરોજ શાળામાં જઈ શકતી નથી. મારે દર 25 દિવસે લોહી બદલવું પડે છે તેમ છતાં હું ક્યારેય હાર માનતી નથી. તમે પણ હાર નહીં માનતા.’ – રીદ્ધી ચૌહાણ

હિંમત હારો નહીં, પ્રોબ્લેમ્સનો સામનો કરો

મારા લગ્ન 2008ની સાલમાં થયા હતાં. એપ્રિલ 2010માં મારી પુત્રી રિદ્ધીનો જન્મ થયો હતો. ત્રણ મહિના પછી જ ખબર પડી કે દિકરીને થેલેસેમિયા છે. જેના કારણે 20-25 દિવસે લોહી બદલવું પડતું હતું. થોડા દિવસ પછી મારા પિતાનું મૃત્યુ થયું હતુ. દિકરીને થેલેસેમિયા છે એ જાણીને પતિએ મને ડિવોર્સ આપી દીધાં. તમામ ઘટનાઓ એક સાથે બનતા હું ડિપ્રેશનમાં આવી ગઈ. દરમિયાન મને પણ આઈડિયા આવ્યો કે, યુ-ટ્યુબ દ્વારા કમાણી કરી શકાય છે. હિંમત કરીને યુ-ટ્યુબ પર ‘રિધ્ધિ થેલેસેમિયા મેજર ગર્લ’ નામથી ચેનલ બનાવી. યુ ટ્યુબના વિડિયો જોઈને લોકો મદદ કરતાં હતાં. હવે મને એમ લાગે છે કે, હિંમત હારવાની જગ્યાએ પ્રોબ્લેમ્સનો સામનો કરો. – હેમલતા ચૌહાણ

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો